તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોપીરાઈટ ભંગ:કેનેડા ફેડરલ કોર્ટમાં ટ્રેડમાર્ક ભંગના કેસમાં અમૂલનો વિજય, બ્રાન્ડનો દુરુપયોગ બદલ 32733 ડોલર ચૂકવવા હુકમ

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમૂલે ફેડરલ કોર્ટ ઓફ કેનેડામાં છેતરામણી પ્રોફાઈલ મૂકવા સામે કેસ કર્યો હતો
  • અમૂલને ટ્રેડ માર્ક ભંગની નુકશાની પેટે 10 હજાર ડોલર ચૂકવવા હુકમ
  • કોપીરાઈટ એક્ટના ભંગના 5 હજાર ડોલર અને ખર્ચ પેટે 17 હજાર 733 ડોલર ચૂકવવા હુકમ

તાજેતરમાં જ કેનેડાના કેટલાક લેભાગુ તત્વોએ અમૂલ ટ્રેડમાર્ક બ્રાન્ડનો ગેરઉપયોગ કરી વેપાર ચાલુ કરી દીધો હતો. જે બાબત અમૂલને ધ્યાનમાં આવતાં તેને કેનેડા કોર્ટમાં ટ્રેડમાર્ક ભંગની ફરિયાદ કરી લેભાગુ તત્વોને પડકાર્યા હતા. જેમાં કેનેડા કોર્ટે આ લેભાગુ તત્વો વિરુદ્ધ ચૂકાદો આપી અને દંડ ફટકાર્યો છે. અમૂલને ટ્રેડ માર્ક ભંગની નુકશાની પેટે 10 હજાર ડોલર, કોપીરાઈટ એક્ટના ભંગ બદલ 5 હજાર ડોલર તથા ખર્ચ પેટે 17 હજાર 733 ડોલર મળી કુલ 32733 ડોલર ચૂકવવા હુકમ કરવામાં આવ્યો છે.

અમૂલની ફેક પ્રોફાઈલ તૈયાર કરી હતી
પ્રાપ્ત માહિતી મુજબ, ટ્રેડમાર્ક ભંગના એક કેસમાં ફેડરલ કોર્ટ, કેનેડાનો હૂકમ પોતાની તરફેણમાં મેળવવામાં અમૂલને સફળતા હાંસલ થઈ છે. જાન્યુઆરી 2020ની આસપાસ અમૂલને એવી જાણકારી પ્રાપ્ત થઈ હતી કે છેતરપિંડી કરતી એક કેનેડાની ટોળકીએ 'અમૂલ'ના ટ્રેડમાર્ક અને 'અમૂલ-ટેસ્ટ ઓફ ઈન્ડીયા'ના લોગોની ખૂલ્લેઆમ નકલ કરીને લીંક્ડઈન પ્લેટફોર્મ પર અમૂલની ફેક પ્રોફાઈલ તૈયાર કરી હતી.જેમાં ટ્રેડમાર્ક અને કોપીરાઈટનો ભંગ કરવામાં આવ્યો હતો.

અમૂલે, ફેડરલ કોર્ટ ઓફ કેનેડામાં અમૂલ કેનેડા, મોહિત રાણા, આકાશ ઘોષ, ચંદુ દાસ અને પટેલ સામે લીંકડઈન ઉપર આ છેતરામણી પ્રોફાઈલ મૂકવા સામે કેસ કર્યો હતો. આ કેસમાં અનેક પ્રયાસ છતાં આરોપીઓ એક પણ વખત પ્રતિભાવ આપ્યો નહોતો. ત્યારબાદ અમૂલે એક તરફી ડિફોલ્ટ જજમેન્ટ માટે અરજી કરી હતી.

આરોપીઓએ અમૂલના કોપી રાઈટનો ભંગ કર્યો
આ અરજી સંદર્ભે અમૂલ સ્પષ્ટપણે કોર્ટને જણાવ્યું હતું કે, (1) અમૂલને પોતાની શાખનું અસ્તિત્વ છે. (2) આરોપીઓ ખોટી રજૂઆત કરીને જનતાને છેતરવાના પ્રયાસ કરેલ છે અને (3) વાસ્તવિક અથવા તો સંભવિત નુકશાન બાબતે કોર્ટને સ્પષ્ટપણે રજુઆત કરી હતી. જે બાબતે ફેડરલ કોર્ટ ઓફ કેનેડાએ એવું મંતવ્ય વ્યક્ત કર્યું હતું કે આરોપીઓએ અમૂલના કોપી રાઈટનો ભંગ કર્યો છે.

તમામ તબક્કે આરોપીઓએ જવાબ આપવાની પરવાહ કરી નથી. આથી ફેડરલ કોર્ટે જણાવ્યું હતું કે અમૂલે વાજબી રીતે ડિફોલ્ટ જજમેન્ટ માટે અરજી કરી છે. અમૂલ તરફથી એડવોકેટ તરીકે સુહરિતા મજુમદાર, આઈપી લોયર, એસ મજુમદાર એન્ડ કંપની, નવી દિલ્હી અને કેનેડા તરફથી એડવોકેટ તરીકે માઈકલ એડમ, આઈપી લૉયર, રીચીઝ મેકેન્ઝી એન્ડ હર્બટ એલએલપી કેસ લડેલ હતા.

કેનેડા ટોળકીને કોર્ટે 17 હજાર 733 ડોલરનો દંડ ફટકાર્યો
કેનેડા કોર્ટે આરોપીઓને કાયમી ધોરણે અરજદારના એટલે કે અમૂલના ટ્રેડ માર્ક અને કોપી રાઈટનો ભંગ કરવાથી દૂર રહેવા હુકમ કર્યો હતો અને જણાવ્યું હતું કે, ચૂકાદો આપ્યાના 30 દિવસની અંદર આરોપીઓએ 'અમૂલ' અને 'અમૂલ -ધ ટેસ્ટ ઓફ ઈન્ડીયા'નો લોગો અરજદારોને પરત કરવાનો રહેશે. આરોપીઓએ લોગોની માલિકી, સંપર્ક અધિકાર અને તમામ હક્કો લીંક્ડઈન પેજીસ/એકાઉન્ટસડોમેઈનના નામ અને સોશ્યલ મિડીયાપેજીસ ઉપરના તમામ હક્ક તબદીલ કરી દેવાના રહેશે. આરોપીઓએ વિવાદી લીંક્ડઈન પેજ ઉપર તેમનો સંપર્ક કરનાર તમામ લોકોની યાદી અને માહિતી પૂરી પાડવાની રહેશે. અમૂલને ટ્રેડ માર્ક ભંગની નુકશાની પેટે 10 હજાર ડોલર, કોપીરાઈટ એક્ટના ભંગ બદલ 5 હજાર ડોલર તથા ખર્ચ પેટે 17 હજાર 733 ડોલર ચૂકવવાના રહેશે.

ભારતીયોના ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટસ સાથે ચેડા કરનાર તત્વોની પીછેહઠ
અમૂલના મેનેજીંગ ડિરેક્ટર ડો. આર.એસ. સોઢીએ જણાવ્યું હતું કે, અમારી સતર્કતાના કારણે તથા દાવાના સમર્થનમાં ત્વરિત સપોર્ટીંગ દસ્તાવેજો પૂરાં પાડવાના કારણે આ બધું શક્ય બન્યું છે. અમે આશા રાખીએ છીએ કે, આ પ્રકારના ચૂકાદાથી અનેક પ્રયાસો કરીને સ્થાપિત કરેલી ભારત તથા ભારતીયોના ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટસ સાથે ચેડા કરીને નકલખોરી કરીને અને છેતરપિંડી કરનાર લોકોની વૈશ્વિક સ્તરે પિછેહઠ થઈ છે. અમે ઘેર ઘેર જાણીતી બનેલી અત્યંત લોકપ્રિય બ્રાન્ડ અમૂલ સાથે જોડાયેલા હોવાનું ગૌરવ અનુભવીએ છીએ. એ આનંદની વાત છે કે કેનેડાએ અમારી ઘેરઘેર જાણીતી પોતાના ટેસ્ટ ઓફ ઈન્ડીયાની ઓળખને માન્યતા આપી છે.

અન્ય સમાચારો પણ છે...