તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Amul Will Set Up A Dairy Oxygen Plant At Shrikrishna Hospital In Anand And ND Desai Hospital In Nadiad, As Well As KMG General Hospital Trust In Balasinor.

અમૂલનો સહયોગ:આણંદની શ્રીકૃષ્ણ હોસ્પિટલ અને નાડિયાદની એન.ડી.દેસાઈ હોસ્પિટલ ,તેમજ બાલાસિનોરની કે.એમ.જી.જનરલ હોસ્પિટલ ટ્રસ્ટ ખાતે અમૂલ ડેરી ઓક્સિજન પ્લાન્ટ સ્થાપશે

આણંદ2 મહિનો પહેલા
  • ત્રણેય જિલ્લામાં પ્લાન્ટ સ્થાપવા જરૂરી ફંડ ફળવાયું અને પ્લાન્ટનો ઓર્ડર પણ અપાયો: રામસિંહ પરમાર
  • આણંદમાં હાલ દૈનિક ઓક્સિજન વપરાશ 25 ટનને આંબી ગયો
  • કોરોના સંક્રમિત કુલ દર્દીઓમાં 52.60 ટકા દર્દીઓનું જીવન મેડિકલ સપોર્ટ સિસ્ટમ ઉપર નિર્ભર છે

આણંદમાં વકરી રહેલા કોરોનાએ જિલ્લા વહીવટી તંત્રની સઘળી તૈયારીઓ અને આયોજનો તહસ નહસ કરી દીધા છે. તંત્રે દર્દીઓ માટે બેડની સંખ્યા ખૂબ વધારી તો દર્દી પણ વધ્યા, રેમડેસિવર ઈન્જેક્શનની અને ઓક્સિજનની હાલાકી પણ ઉભી થતી રહે છે. જ્યારે હવે અમૂલ ડેરી પણ આ કઠિન પરિસ્થિતિમાં પ્રજા અને સરકારની મદદે આવી છે.

આણંદ જિલ્લામાં હાલ સત્તાવાર રીતે કોરોના સંક્રમિત 1016 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 476 દર્દીઓ ઓક્સજન ઉપર 26 બાયપેય અને 32 વેન્ટીલેટર ઉપર સારવાર લઈ રહ્યા છે. જે મુજબ 52.60 ટકા દર્દીઓનું જીવન મેડિકલ સપોર્ટ સિસ્ટમ ઉપર નિર્ભર છે. 896 દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. શંકાસ્પદ દર્દીઓથી તો જાણે હોસ્પિટલો ઉભરાઈ ગઈ છે. ખેડા આણંદ જિલ્લામાં એપ્રિલમાં બે વખત ઓક્સિજનની ઘટ પડતા અફરાતફરી મચી હતી. જોકે જિલ્લા વહીવટી તંત્ર સતર્કતા રાખી ઓક્સિજન પુરવઠો વિખરાવા દીધો નહોતો. જ્યારે હવે અમૂલ ડેરી પણ આ કઠિન પરિસ્થિતિમાં પ્રજા અને સરકારની મદદે આવી છે.

આણંદમાં દૈનિક આઠ ટન જેટલી ઓક્સિજનની ઘટ પડે છે

આણંદઆ દાખલ દર્દીઓમાં 52.60 ટકા ઓક્સિજન સપોર્ટ સીસ્ટમ ઉપર દાખલ છે. પ્રતિદિન દર્દીઓની સંખ્યા વધતા અને દર્દીઓની ગંભીર પરિસ્થિતિઓને લઈ ઓક્સિજનનો ઉપર સારવાર અર્થે લેવા પડે છે. આણંદમાં હાલ દૈનિક ઓક્સિજન વપરાશ 25 ટનને આંબી ગયો છે. જ્યારે સપ્લાય 17 ટનની આસપાસ રહે છે. દૈનિક આઠ ટન જેટલી ઓક્સિજનની પડતી ઘટ માટે જિલ્લા વહીવટી તંત્ર અને ઓક્સિજન સપ્લાયર રોજિંદી કસરતો કરવી પડે છે.

ખેડા અને આણંદ,મહીસાગર જિલ્લામાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા નક્કી કરાયું

મહત્વનું છે કે, હાલ હોસ્પિટલમાં જગ્યા માટે દર્દીઓને દરબદર ભટકવું પડે છે. આણંદ માં સારવાર માટે જિલ્લા બહારથી પણ અનેક દર્દીઓ આવી રહ્યા છે. હજુ સંક્રમણ વધી રહ્યું છે અને માનવતાને બચાવવા આરોગ્ય સેવાઓ પણ વધારવી જરૂરી થઈ રહી છે. ખાસ કરીને હાલ ઓક્સિજન પ્લાન્ટ વધારવા રાજ્ય સરકારે દૂધ ડેરી અને અન્ય સહકારી સંસ્થાઓના ધર્માદા ફંડને વાપરવા છૂટ આપતા આ બાબતે સ્થાનિક કક્ષાએ સક્રિયતા શરૂ થઈ હતી. જે અનુસંધાને આણંદ સાંસદ મિતેષ પટેલ અને આજે અમૂલ ડેરી સંચાલક મંડળની મીટીંગ ખેડા,આણંદ અને મહીસાગર જિલ્લામાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા નક્કી કરાયું છે.

અમૂલ ડેરી દ્રારા આણંદ કિષ્ના હોસ્પીટલ અને નડિયાદ એન.ડી.દેસાઈ હોસ્પીટલ તેમજ મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે કે.એમ.જી.જનરલ હોસ્પિટલ ટ્રસ્ટ ખાતે એક એક ઓક્સિજન પ્લાન્ટ તાત્કાલિક ધોરણે શરૂ કરવાનુ નક્કી કર્યું છે. આજે અમૂલ ડેરીના ચેરમેન રામસિંહભાઇ પરમાર, સાંસદ મિતેષભાઇ પટેલ, જીસીએમએમએફના એમડી આર એસ સોઢી, ડીરેક્ટરો ,એમ.ડી.અમિત વ્યાસ, ક્રિષ્ના હોસ્પીટલ ના ડિરેકટરો સાથે નડિયાદ એન.ડી.દેસાઈ હોસ્પિટલના પ્રતિનિધિઓ સાથે એક મિટીંગમાં બન્ને જીલ્લામાં એક ઓક્સિજન પ્લાન્ટ્સ સ્થાપવાનુ નક્કી કર્યું છે અને તુરંત કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મહામારીમાં આણંદના સાંસદની સક્રિયતા

કોરોના મહામારીમાં આણંદ સાંસદની સક્રિયતા ખૂબ જ જણાઈ રહી છે. તેઓ દ્વારા સાંસદ હેલ્પલાઇન પણ ચલાવવામાં આવે છે. જ્યારે ઓક્સિજનની કિલ્લત સમયે પણ તેઓની ચિંતા નજરે ચઢી રહી છે. આ તબક્કે આણંદના સાંસદે જણાવ્યું હતું કે, વાસદ એસવીઆઈટી તરફથી 30 લાખના ખર્ચે વાસદ ખાતે તેમજ સ્વામી સચ્ચિદાનંદ દંતાલી આશ્રમ તરફી 35 લાખના ખર્ચે પેટલાદ ખાતે ઓક્સિજન પ્લાન્ટ નક્કી થઈ ચૂક્યા હતા. આજે અમુલ ડેરી તરફથી આણંદ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં અને નડિયાદ એન.ડી.દેસાઈ હોસ્પિટલ , તેમજ મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે કે.એમ.જી.જનરલ હોસ્પિટલ ટ્રસ્ટ ખાતે નાખનાર પ્લાન્ટ માટે પણ જરૂરી ફંડ ફળવાઈ ગયું છે. આણંદ ના એક ટ્રસ્ટ સાથે પણ હાલ વાટાઘાટ ચાલુ છે.જે પણ હકારાત્મક પરિણામ મળશે.

અમૂલે સામાજિક જવબદારી નિભાવી

આ અંગે રામસિંહ પરમારે જણાવ્યું હતું કે કોરોના મહામારીના વિકટ સમયે સરકારની પોલિસી મુજબ સામાજિક જવાબદારીએ અમૂલ વ્યવસ્થાપક મંડળે આણંદ, કરમસદ અને બાલાસિનોરની ત્રણ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય લીધો છે.આ હોસ્પિટલોમાં દૈનિક 60 થી 70 જેટલા દર્દીઓની ઓક્સસજન જરૂરિયાત પૂરી થશે.ત્રણેય પ્લાન્ટની સ્થાપના કરવા માટે અમૂલ ડેરી દ્વારા રાજ્યની પ્રતિષ્ઠિત કંપનીને ખરીદી પોલીસી અંતર્ગત ઓર્ડર આપી દેવામાં આવેલ છે. અને આવનાર 10 થી 15 દિવસમાં યુદ્ધના ધોરણે ઓક્સિજન પ્લાન્ટ કાર્યાન્વિત આવશે.

અન્ય સમાચારો પણ છે...