તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમૂલ ડેરીમાં સરકારી ત્રણ સભ્યોની નિમણુંક ગેરકાયદે હોવાની ચૂંટાયેલા ડિરેકટરો દ્વારા હાઇકોર્ટમાં અપલી કરી હતી.તેની સુનાવણી આજે હાથધરાનાર હતી.કોરોના સંક્રમણ વધતા હાલમાં હાઇકોર્ટ બંધ હોવાથી હાલ પુરતી સુનાવણી મોકુફ રહી હતી. અને આગામી 26મી તેની સુનાવણી હાથધરનાર છે.
અમુલના ચેરમેન અને વાઇસ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી 23મી ઓકટોમ્બરના રોજ હાઇકોર્ટના આદેશ અનુસાર યોજવામાં આવી હતી.જેમાં રામસિંહ પરમાર બીનહરીફ ચૂંટાયા હતા. જયારે વાઇસ ચેરમેન પદ માટે રાજેન્દ્રસિંહ પરમાર અને રાજેશભાઇ પાઠક વચ્ચે મતદાન થયું હતું.હાઇકોર્ટના આદેશ અનુસાર ત્રણ સરકારી સભ્યોના મત અલગ અને બાકીના ચૂંટાયેલા 13 ડિરેકટરોના અને બે સહકારી પ્રતિનિધીઓના મત અલગ પેટીમાં સીલ કરી દેવામાં આવ્યા હતા.જો કે વિજેતા બનેલા ડિરેકટરોએ ત્રણ સરકારી પ્રતિનિધિની નિમણુંક સામે વાધો ઉઠાવ્યો હતો.
અમૂલ ડેરી દ્વારા કોઈ સરકારી બેંકનું લેણું નથી તેમજ આ સહકારી સંસ્થા છે. પશુપાલકોના હિતમાં ચાલી રહી છે ત્યારે સરકારી પ્રતિનિધિઓની ડેરીમાં કોઈ જરૂરીયાત નથી. તે બાબતે હાઇકોર્ટમાં અપીલ કરીહતી.જેની સુનવણી 23મી નવેમ્બરના રોજ હાઇકોર્ટમાં હાથધરાનાર હતી પણ હાઇકોર્ટ બંધ હોવાથી તેની સુનાવણી આગામી 26મીનો રોજ હાથધરવામાં આવનાર છે.તેનો નિર્ણય આવ્યા બાદ જ વાઇસ ચેરમેન પદ માટે મતગણતરી હાથધરવામાં આવનાર છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.