તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • Among Thousands Of Rickshaw Pullers, A Rickshaw Puller From Anand Emerged Separately. You Too Will Say 'Wow' After Seeing The Operation.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તમારુ ધ્યાન હું રાખીશ:હજારો રિક્ષા ચાલકો વચ્ચે આણંદનો એક રિક્ષાવાળો અલગ ઉભરી આવ્યો, કામગીરી જોઇ તમે પણ બોલી ઉઠશો 'વાહ'

આણંદ23 દિવસ પહેલા
રિક્ષા ચાલક ભાઈલાલ ભોઇ ગરીબો અને દર્દીઓને નિઃશુલ્ક સેવા આપે છે
 • રિક્ષા ચાલક રોજ પીપીઈ કીટ પહેરીને જ રિક્ષા ચલાવે છે
 • પેસેન્જર ઉતર્યા પછી તુરંત રિક્ષાને સેનેટાઇઝ કરે છે

રાજ્યભરમાં કોરોના સંક્રમણ ફેલાઇ રહ્યું છે. ઘણી જગ્યાએ લોકો બેદરકાર બની કોરોના ગાઇડલાઇનનું પાલન નથી કરતાં ત્યારે બેજવાબદાર નાગરિકો અને બેદરકાર વ્યાવસાયિકોને રાહ ચીંધે તેવો બોરસદનો એક રિક્ષા ચાલક લોક આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. રિક્ષા ચાલકની કામગીરીથી તમારા મોઢામાંથી પણ વાહ નીકળી જશે.

બોરસદના વાસણા ગામે રહેતા બુધાભાઈ ભોઈ રિક્ષા ચલાવી રોજગાર મેળવે છે. ગત લોકડાઉનમાં તે શિક્ષિકાઓને શાળામાં મુકવા લેવા જવાની વર્ધી કરતા હતા. જે સમયે એક શિક્ષિકાએ તેમને કોરોના સંક્રમણની ગંભીરતા સમજાવી સાવચેતી અને તકેદારી રાખવા એક પીપીઈ કીટ ભેટ આપી હતી. રિક્ષા ચાલકને કોરોના વાયરસથી શિક્ષિકાએ વાકેફ કરતાં રિક્ષા ચાલકે વધુ બીજી બે પીપીઇ કીટ અને સેનેટાઇઝર ખરીદ્યા હતા. ત્યારથી રિક્ષા ચાલક બુધાભાઈ ભોઇ રોજ પીપીઈ કીટ પહેરીને જ રિક્ષા ચલાવે છે, તેમજ મુસાફરો ઉતરે એટલે રિક્ષાને સેનેટાઈઝ કરીને પોતાનું અને અન્ય પેસેન્જરનું ધ્યાન રાખે છે.

લોકો તેમની રિક્ષામાં બેસવાનો આગ્રહ રાખે છે
આ કપરાં સમયમાં રિક્ષા ચાલક બુધાભાઈ ભોઇ પોતાનું અને અન્ય પેસેન્જરનું આટલુ ધ્યાન રાખતાં હોવાથી અને ગાઇડલાઇનનું સખ્ત પાલન કરતાં હોવાથી લોકો પણ તેમની રિક્ષામાં બેસવાનો આગ્રહ રાખે છે. જેથી તેમના ધંધામાં પણ બરકત રહે છે.

રિક્ષા ચાલક જરૂરીયાદમંદને નિઃશુલ્ક સેવા આપે છે
આ ઉપરાંત રિક્ષા ચાલક બુધાભાઈ ભોઇ ગરીબ, માંદા વ્યક્તિ, કે દર્દી તેમજ વયસ્ક વ્યક્તિ રિક્ષામાં બેસે તો નિઃશુલ્ક સેવા આપે છે. દર્દીઓને હોસ્પિટલમાં મૂકી આવે છે અને જરૂર પડે પરત પણ લઈ આવે છે અને મુસાફરોને કોરોના ગાઈડલાઈન અનુસરવા સમજાવે છે. આ સાથો સાથ ઘરે પોતાના માતા-પિતાઅને બહેનને પણ કોરોનાથી બચવા માટે સાવચેતી રખાવે છે. કોરોના સંક્રમણમાં પણ જાહેરમાં ઠસોઠસ મુસાફરો ભરી શટલ ફેરવતા રિક્ષા ચાલકો વચ્ચે આણંદનો આ રિક્ષાવાળો અલગ જ ઉભરી આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો