આણંદ ઇરમા ખાતે આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 41માં પદવીદાન સમારોહ ઉપસ્થિત રહેનાર હોવાથી આણંદ જિલ્લા વહીવટી તંત્રમાં દોડધામ મચી છે. ત્યારે તંત્રએ તૈયારીના ભાગરૂપે કૃષિ યુનિ.ના ગ્રાઉન્ડમાં ત્રણ હેલીપેડ તૈયાર કર્યા સહિત રૂટ પર જવાના માર્ગો પર કાચા પાકા દબાણોનો સફાયો બોલાવી દીધો હતો. એનડીડીબી પાસે આંગણવાડી નજીક ઉકર[ા અને કચરા નજરે પડે નહીં તે માટે કપડાંથી પડદા ઢાંકી દેવાયા છે. શહેરના ગણેશ ચોકડી સહિતના માર્ગો પર લાંબા સમય બાદ અમિત શાહના આગમનને પગલે તંત્રએ ડામરથી નવા બનાવી દીધા છે.
પ્રાપ્ત માહિતી મુજબ આણંદ ખાતે આવેલા ઇન્સ્ટિટયુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ (ઇરમા)ના 41માં પદવીદાન સમારોહ રવિવારે યોજાશે. જેમાં સવારે 10.45 કલાકે દિક્ષાંત સમારોહમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેનાર છે. જેના ભાગરૂપે તંત્રે તડામાર તૈયારીઓના ભાગરૂપે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ત્રણ હેલીપેડ તૈયાર કરીને કાયદો વ્યવસ્થા જળવઇ રહેવાના હેતુથી રીહર્સલ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સહિત કાફલો જવાના રૂટો પર આણંદ નગર પાલિકાએ સાફ સફાઇ સહિતની કામગીરી હાથ ધરી હતી. આણંદ જિલ્લા સ્ટેટ PWD વિભાગ દ્વારા કલેકટર કચેરીથી ગણેશ ચોકડી, ચિખોદરા ચોકડી તરફના માર્ગોનું નવીનીકરણ હાથ ધર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.