• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Amit Chavda From Anand Said Today More Than 50 Lakh Youth Are Unemployed In The State, They Have The Right To Get Employment.

રોજગારી મુદ્દે સરકાર પર આકરા પ્રહાર:આણંદથી અમિત ચાવડાએ કહ્યું- રાજ્યમાં આજે 50 લાખથી વધુ યુવાનો બેરોજગાર છે, રોજગાર મેળવવો તેમનો અધિકાર છે

આણંદ13 દિવસ પહેલા
  • યુવા કોંગ્રેસ દ્વારા રોજગાર અધિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
  • અગ્નિપથ યોજના તાત્કાલિક પાછી ખેંચે તેવી માંગણી કરાઈ

આણંદ શહેરમાં ગુરૂવારના રોજ યુવા કોંગ્રેસ દ્વારા રોજગાર અધિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી અગ્નિપથ યોજનાના વિરોધના ભાગરૂપે આ રેલી યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત ધારાસભ્ય, આગેવાનો, હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. આ રેલી ટાઉનહોલથી પ્રસ્થાન કરી ગ્રીડ, નવા બસ સ્ટેન્ડ, ગોદી, ગામડીવડ, રેલવે સ્ટેશન થઈ અમૂલ ડેરી પર સરદાર પટેલની પ્રતિમા પાસે પૂર્ણ થઇ હતી.

ભાજપ સરકાર સામે યુવાનોમાં વ્યાપક આક્રોશઃ અમિત ચાવડા
આ તકે આંકલાવના ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી શાસન કરતી ભાજપની સરકારની ખોટી નીતીના કારણે શિક્ષણનું ખાનગીકરણ થયું, શિક્ષણનું વેપારીકરણ થયું. મોંઘુ શિક્ષણ લીધા પછી પણ રાજ્યમાં આજે 50 લાખથી વધુ યુવાનો બેરોજગાર છે. આ યુવાનો રોજગારથી વંચિત છે. રોજગાર મેળવવો તેમનો અધિકાર છે. આ અધિકારથી વંચિત રાખતી ભાજપ સરકાર સામે યુવાનોમાં વ્યાપક આક્રોશ છે.
ભરતીના નામે નાટક થાય છે, પેપર ફુટી જાયઃ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ
વધુમાં જણાવ્યું હતું કે, ભરતીના નામે નાટક થાય છે, પેપર ફુટી જાય, યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં થાય. ખાલી જગ્યા પર બઢતીની વારંવાર રજૂઆત છતાં તેના માટે કાર્યવાહી ન થાય. પ્રધાનમંત્રી દર વર્ષે બે કરોડ યુવાનોને રોજગાર આપવાનું વચન આપી ચૂંટણીમાં મત લઇને સત્તા સ્થાને બિરાજમાન થાય. આજે દેશમાં સૌના માટે ગૌરવ કહેવાય, સન્માન છે, તેવા દેશના સૈન્યમાં પણ ગુજરાતની જેમ ફિક્સ પગાર, આઉટસોર્સીંગ, કોન્ટ્રાક્ટના નામે યુવાનોના શોષણ અને અન્યાય થઇ રહ્યો છે. તેવી જ રીતે આજે દેશની સેનામાં પણ અગ્નિપથ યોજનાના નામે છ મહિનાની તાલીમ આપી 4 વર્ષના કોન્ટ્રાક્ટથી સૈનિકો રાખવાની વાત આ સરકાર કરી રહી છે. જે યુવાનોનું અપમાન છે, સેનાનું અપમાન છે. ભારતવાસીના સ્વાભિમાન પર ચોટ સમાન છે.

અગ્નિપથ યોજના પરત ખેંચવા માંગણી
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતનો યુવાન ઇન્કાર કરે છે, રોજગાર મારો અધિકાર છે. અગ્નિપથ યોજના દેશના યુવાનોને અન્યાય કર્તા છે. યુવાનોનું શોષણ બરાબર છે, દેશની સેનાનું અપમાન છે. આ અગ્નિપથ યોજના તાત્કાલિક પાછી ખેંચે તેવી માંગણી સાથે આણંદ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા રોજગાર અધિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રેલીમાં આણંદના ધારાસભ્ય કાંતિ સોઢા પરમાર, બોરસદના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર, નટવરસિંહ મહિડા સહિત આગેવાનો, કાર્યકરો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...