પાણીની સમસ્યા સર્જાશે:પાણીના પોકાર વચ્ચે કનેવાલ તળાવમાં 1200 કયુસેક પાણી છોડવાનુ બંધ કરાયું

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખંભાત તારાપુર પંથકમાં પીવાના પાણીની બુમો ઉઠી હતી. ત્યારે આણંદ જિલ્લા પાણી પુરવઠા વિભાગે જિલ્લા કલકેટરને ફરિયાદ કરતાં સિંચાઇ વિભાગે કનેવાલ અને પરિએજ તળાવમાં 1200 કયુસેક પાણી છોડવામાં આવતું હતું. હાલમાં ગરમીનો પારો ઉંચો જતો હોય વણાકબોરી ડેમમાં પાણીના તળિયા દેખાઇ રહ્યાં હોવાથી તંત્ર દ્વારા પરિએજ કનેવાલ તળાવમાં છોડવામાં આવતું પાણી બંધ કરી દીધું છે.જેના પગલે પાણી પુરવઠા હસ્તક પુરૂ પાડવામાં આવતી 120 ઉપરાતં ગામડાઓમાં આગામી એક સપ્તાહ બાદ પીવાના પાણીની સમસ્યા સર્જાશે.

આણંદ જિલ્લા પાણી પુરવઠા વિભાગ દ્વારા જુદી જુદી યોજના થકી કનેવાલ અને પરિએજ તળાવમાં પંપ મુકીને 120 જેટલા ગામડાઓમાં પાણી પુરૂ પાડવામાં આવે છે. પરંતુ તાજેતરમાં ખંભાતના ગામડાઓમાં પીવાના પાણીની પાણી નહી મળતું હોવાની ગ્રામજનો વહીવટી તંત્રને ફરિયાદ કરવામાં આવી હતી.

જેને ધ્યાને લઇને આણંદ જિલ્લા પાણી પુરવઠા વિભાગે સિંચાઇ વિભાગને જણ કરતાં આખરે રાજય સરકારે મંજૂરી આપતાં વણાકબોરી ડેમમાંથી છેલ્લા 15 દિવસથી દૈનિક 1200 કયુસેક પાણી કનેવાલ તળાવમાં આપવામાં આવતું હતું. પરંતુ વણાકબોરી ડેમનું લેવલ સતત ઘટી રહ્યું હોવાથી વરસાદ ખેંચાય તો પીવાના પાણીની બુમો ન ઉઠે તે માટે પાણી આરક્ષિત રાખવા માટે નિર્ણય લેવામાં આવતાં કનેવાલ અને પરિએજ તળાવમાં વણાકબોરી ડેમમાંથી છોડવામાં આવતું પાણી શનિવાર રોજ થી બંધ કરી દેવાયું છે.

અન્ય સમાચારો પણ છે...