અમેરિકાને ચરોતરના મગરોની દુનિયામાં રસ:અમેરિકી સંશોધક બ્રેન્ડન શીડલું માનવ-મગરનું સહઅસ્તિત્વ સમજવા આણંદ - ખેડાના ગામોની મુલાકાતે, વિશ્વમાંથી ડેટા એકત્રિત કરે છે

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • અમેરિકાના લોસ એન્જલસના રહેવાસી અને મગરો પર સંશોધન કરનારા સંશોધક હાલમાં બે દિવસ વિદ્યાનગરની મુલાકાતે આવ્યા છે
  • મગરોના વસવાટ છે તેવા ત્રણ ગામોની સમગ્ર દિવસ દરમિયાન મુલાકાત લીધી હતી.

ચરોતરમાં માનવ-મગર વચ્ચેનું સહઅસ્તિત્વ સમજવા માટે લોસ એન્જલસ, અમેરિકાથી બ્રેન્ડન શીડલું નામના સંશોધક અત્યારે વિદ્યાનગર નેચર કલબની મુલાકાતે આવ્યા છે. બ્રેન્ડન છેલ્લાં 13 વર્ષથી ક્રોકોડાઇલ - હ્યુમન કોંફ્લીક્ટ ઉપર કાર્ય કરે છે અને ક્રોકબાઈટ નામનું પોર્ટલ ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિક ડો. એડમ બ્રિટન સાથે રહીને ચલાવે છે. જેમાં આખી દુનિયામાં ક્રોકોડાઇલ દ્વારા મનુષ્ય ઉપર થતાં હુમલાઓનો ડેટા એકત્રિત કરાય છે.

સમગ્ર ગુજરાતમાં વડોદરા પછી જો સૌથી વધુ મગર હોય તો તે ચરોતરમાં છે. જોકે, વડોદરના મગર માનવભક્ષી છે. અલબત્ત, તેઓ મનુષ્ય પર હુમલા કરે છે અને આ પ્રકારના અનેક બનાવ બની પણ રહ્યા છે. જોકે, આણંદ-ખેડામાં જે મગર મળી આવ્યા છે તે હિંસક નથી. જેને પગલે વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં વસતા મગરોનો સર્વે કરી અત્યારે ચરોતરમાં વસતા મગરોનો ડેટા એકત્રિત કરવા બ્રેન્ડન શીડલું હાલમાં આણંદ, વિદ્યાનગરની મુલાકાતે આવ્યા છે.

જ્યાં તેઓ બે દિવસ રોકાવવાના છે. પ્રથમ દિવસે તેમણે પેટલી, હેરંજ અને દેવા ગામની મુલાકાત લીધી હતી. અને મગરોની દિનચર્યા જાણી હતી, નજીકથી જોયા હતા. આ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, અમેરિકામાં વસતા અમેરિકન એલિગેટર અને ભારતમાં વસતા મગરો વચ્ચે વધુ તફાવત નથી. બંનેના રહેઠાણ, લંબાઈ, તેમનું વર્તન લગભગ એક જેવાં જ છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ચરોતરમાં આટલાં મગરો હોવા છતાં તેમના મનુષ્યો પર હુમલા નહિવત છે જે રસપ્રદ છે.

પેટલી ગામમાં તળાવ પાસે વસતા મહેન્દ્રભાઈને જોઈને ચોંકી ઉઠ્યા
તેમણે સમગ્ર દિવસ દરમિયાન, હેરંજ, પેટલી અને દેવા ગામની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ મગરના પગ માર્ક અને તેની બખોલ જોઈ આનંદિત થઈ ઉઠ્યા હતા. જોકે, સૌથી મહત્વની બાબત તો એ હતી કે, પેટલી ગામમાં તળાવ પાસે છેલ્લાં કેટલાંય વર્ષોથી રહેતા મહેન્દ્રભાઈને જોઈને તેઓ ચોંકી ઉઠ્યા હતા. નેચર ક્લબની ટીમ સાથે રહીને તેમણે મહેન્દ્રભાઈ સાથે વાત કરી હતી અને તેમને ડર નથી લાગતો અને કેમ મનુષ્ય અને મગર વચ્ચે આટલી મિત્રતા છે તે જાણવા પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...