લોકાર્પણ:આણંદમાં પૂર્વ કેન્દ્રિય મંત્રીના હસ્તે એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ, શહેરની એમરી હોસ્પિટલને સમર્પિત કરાઈ એમ્બ્યુલન્સ

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાકાળમાં તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી આણંદ ધારાસભ્ય તરફથી ગ્રાંટ આપવામાં આવી

આણંદમાં રોગ કે અકસ્માતના દર્દીઓને પ્રાથમિક આરોગ્ય સુવિધા સમયસર મળી રહે અને ક્યારેક કોરોના જેવી મહામારીના સમયમાં અવાર નવાર એમ્બ્યુલન્સની વર્તાતી ખેંચને ટેકો આપવા આણંદ વિધાનસભાના ધારાસભ્ય કાંતિ સોઢા પરમાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરત સોલંકી દ્વારા પ્રાથમિક આરોગ્ય સેવાથી સુસજ્જ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેથી કરીને તાત્કાલિક જે-તે સ્થળે પ્રાથમિક સારવાર આપીને દર્દીને હોસ્પિટલ પહોંચાડી શકાય.

આણંદ જિલ્લામાં કોરોના કાળમાં હોસ્પિટલ અને એમ્બ્યુલન્સની પણ ખેંચ પડી હતી. જેના કારણે લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આથી આવનારા દિવસોમાં વધી રહેલા કેસને ધ્યાનમાં રાખતા આણંદના ધારાસભ્ય કાંતિ સોઢા પરમારની ગ્રાન્ટમાંથી જનતા માટે તમામ પ્રાથમિક આરોગ્ય સેવાઓથી સુસજ્જ એમ્બ્યુલન્સ વાનનું ભરતસિંહ સોલંકીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ અદ્યતન સુવિધાવાળી એમ્બ્યુલન્સ વાન શહેરની એમરી હોસ્પિટલને સમર્પિત કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારત સરકારના પૂર્વ મંત્રી ભરત સોલંકી, આણંદ ધારાસભ્ય કાંતિ સોઢા પરમાર, આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહેન્દ્ર પરમાર, આણંદ શહેર કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ પઢિયાર અને નગરપાલિકાના કોંગ્રેસના કાઉન્સિલરો તેમજ આણંદ જિલ્લામાંથી આવેલા આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...