આણંદ રેલવે સ્ટેશન ખાતે ફૂટ ઓવરબ્રિજ તૈયાર થઇ ગયો છે. ત્યારે લિફટ બનાવવામાં આવી રહેલ હોવાથી ફૂટ ઓવરબ્રિજ ખુલ્લો મુકવામાં આવતાં નથી. જેના કારણે મુસાફરોને જીવના જોખમ રેલવે લાઇન ક્રોસ કરીને અપડાઉન કરવાની ફરજ પડે છે. રેલવે તંત્ર દ્વારા 3 માસને બદલે ફૂટ ઓવરબ્રિજ વહેલી તકે ખુલ્લો મુકવામાં આવે તેવી માંગ ઉઠી છે. પ્રાપ્ત માહિતી મુજબ આણંદ રેલવે સ્ટેશન ખાતે ફૂટઓવરબ્રિજ અંગ્રેજ વખતનો હોવાથી જર્જરીત હાલતમાં ફેરવાઇ ગયો હતો. કેટલીક વખત પોપડા ઉખડીને પસાર થતી ટ્રેન પર પડતાં હોવાથી રેલવે વિભાગે નવો ફૂટ ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય કર્યો હતો.
જો કે કોરોના માહામારીને પગલે બે વર્ષે તૈયાર કરવામાં આવનાર ઓવરબ્રિજને ચાર વર્ષનો સમય વિતિ ગયો હતો. આથી મુસાફરોને લીફટ વ્યવસ્થા નહીં હોવાથી રેલવે પાટા ક્રોસ કરીને અવરજવર કરવી પડે છે. હાલમાં ફૂટ ઓવરબ્રિજ તૈયાર થઇ ગયો છે. પરંતુ લીફટ તૈયાર કરવામાં આવનાર હોવાથી ઓવરબ્રિજ ખુલ્લો મુકવામાં આવતો નથી. ત્રણ મહિના સુધી મુસાફરોને રાહ જોવી પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.