સી.એન.જી ના ભાવમા પણ કમરતોડ વધારો:પેટ્રોલના ભાવ સાથે સીએનજી ગેસમાં દોઢ માસમા 6.30 વધ્યા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈંધણમાં વધતા ભાવોને લઈને વાહનચાલકો મુશ્કેલીમાં

એકલા ગુજરાત માં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવો આસમાને પહોંચેલો છે.ત્યારે વાહન ચાલકોની હાલત ખરાબ થઈ ગઈ છે. વધતાં જતા ભાવના કારણેજ લોકો હવે આશીર્વાદરૂપે મળેલ સીએનજી વાપરવા પર મજબુર થઈ જાય છે. ત્યારે સી.એન.જી ના ભાવમા પણ કમરતોડ વધારો નોંધાયો છે.વિતેલા દોઢ માસ દરમિયાન રૂ.54.50 થી વધીને રૂ.60.80 એટલે કે રૂ.6.30 જેટલો વધારો થતા વાહનચાલકોમા પણ મુંઝવણ ઉભી થઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ પેટ્રોલના ભાવ વધારાના સાથે સી.એન.જી.ના ભડકે વધી રહી છે. પહેલી સપ્ટેમ્બરે સી.એન.જી નો ભાવ રૂ.54.50 હતો. અને પેટ્રોલનો ભાવ રૂ.100ની નજીક હોઈ વાહન ચાલકો સી.એન.જી તરફ આકર્ષાતા હતા. પરંતુ તા.05 ઓક્ટોબરે સી.એન.જી.ના ભાવમાં સીધા રૂ.3.65 નો ભાવ વધારો ઝીંકાયો જેના કારણે ભાવ વધીને રૂ.58.10 થઈ ગયો.જેમતેમ કરીને ગ્રાહકો આ ભાવ વધારાને સહન કરી રહ્યા હતા. ત્યા જ ફરી પાછો તા. 15 ઓક્ટોબરે માં ભાવ વધીને રૂ.60.80 થઈ જતા પ્રજા માટે કમરતોડ ભાવ વધારો નોંધાયો છે.

એક તરફ પેટ્રોલ, ડિઝલ રૂ.102 સુધી પહોચી ગયા છે, ત્યા બીજી તરફ સી.એન.જી એ પણ દોઢ માસમાં રૂ.6.33ના ભાવ વધારા સાથે રૂ.60.80નો આંક વટાવી દેતા વાહનચાલકોની હાલત કફોડી બની છે. પેટ્રોલ, ડીઝલ અને CNGમાં સતત ભાવ વધી રહ્યો છે. જ્યારે ઈલેકટ્રીક વાહનો મોંઘા છે તેથી લોકો માટે વાહન ચલાવવુ કે નહી તે પ્રશ્ન થઈ પડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...