ભાસ્કર વિશેષ:1810 મતદાન મથકો પર મેડિકલ કિટની ફાળવણી

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ જિલ્લાના દરેક મતદાન મથકો પર આરોગ્ય વિભાગના 181 કર્મીઅોને હાજર રખાશે

આણંદ જીલ્લાની સાત વિધાનસભાની બેઠકો માટે આગામી 5મી ડિસેમ્બરે મતદાન યોજાશે.ત્યારે 1810 મતદાન મથકો પર મતદારોને મતદાન કરતી વખતે તાવ જેવી બિમારીઓ થાય તેવા સમયે તાત્કાલિક સારવાર મળી રહેવાના હેતુથી ચાલુ વર્ષે કુલ 1810 મેડીકલ કીટની ફાળવણી કરવામા આવી છે.તેમજ આરોગ્ય વિભાગના 181 કર્મીઓને હાજર રાખવામાં આવશે તેમ આણંદ જીલ્લા આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રાપ્ત વિગત મુજબ આણંદ જિલ્લાની સાત વિધાનસભા બેઠકો માટે કુલ 1810 મતદાન મથકો તૈયાર કરવામા આવનાર છે.જે મુજબ ખંભાતમાં-240,બોરસદમાં-264,આંકલાવમાં-242, ઉમરેઠમાં 289, આણંદમાં-301,પેટલાદમાં-239 અને સોજિત્રામાં-235 મતદાન મથકોનો સમાવેશ થાય છે.આમ આણંદ જિલ્લાની સાતેય વિધાનસભા બેઠકો પર સાત-સાત મળી કુલ-49 સખી મતદાન મથકો ઉભા કરવામાં આવનાર છે, જે તમામ મતદાન મથકો મહિલા કર્મચારીઓ સંચાલિત હશે. જયારે સાતેય વિધાનસભા બેઠકોમાં એક-એક મળી કુલ સાત-સાત દિવ્યાંગ અને આદર્શ મતદાન મથકો ઉભા કરવામાં આવશે. આ ઉપરાંત આણંદ વિધાનસભામાં 1 યુવા સંચાલિત મતદાન મથક ઉભું કરવામાં આવનાર છે.જેની આણંદ જિલ્લા ચુંટણી વિભાગે તડામાર તૈયારીઓ આરંભી દેવામા આવી છે.

આ અંગે આણંદ જીલ્લા આરોગ્ય વિભાગના ડો.રોજેશ પટેલે જણાવેલ કે મતદાન કરતી વખતે મતદાર બિમાર પડે કે તાવ આવે તો તાત્કાલિક સારવાર આપવામા આવશે.જેના માટે આરોગ્ય વિભાગની મેડિકલ ટીમો સહિત કુલ 181 જેટલા આરોગ્ય કર્મચારીઓ તૈનાત રખાશે. તેમજ દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એમ્બ્યુલન્સ વાન પણ હાજર રાખવામા આવશે.જેની મતદાન આપવામા આવેલ મતદારને તાત્કાલિક સારવાર આપવામા આવે તેવું એક્શન પ્લાન તૈયાર કરી દેવામા આવ્યો છે. સખી મતદાન મથકો ઉપર આરોગ્ય સ્ટાફમાંથી મહિલાઅોને જ મુકવામાં આવશે. દિવ્યાંગ મતદાન મથકો ઉપર દિવ્યાંગો માટે પૂરતી તકેદારી રાખવામાં આવશે અને તેઅોને કોઈ મશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવનાર હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...