તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદ જીલ્લા ચુંટણી વિભાગના સુત્રોએ જણાવેલ કે આગામી 28 ફેબ્રુઆરીએ ચુંટણી યોજાનાર ચુંટણી માટે સૌ પ્રથમ આણંદ પાલિકા માટે કુલ 199 મતદાન મથકો માટે સી.યુ 227,બી.યુ 445 સહિત ઉમરેઠ, બોરસદ, પેટલાદ, સોજીત્રા,ખંભાત, કરમસદ કુલ 416 મતદાન મથકો તૈયાર કરાનાર છે. જેમાં સી.યુ કુલ 477અને બી.યુ કુલ 935 ફાળવીને તૈયાર કરી દેવામાં આવ્યા છે.ત્યારબાદ આણંદ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે પણ ઈવીએમ મશીનોની પણ ફાળવણી કરવામાં આવી છે.જેમાં આણંદ, ઉમરેઠ, બોરસદ, આંકલાવ, પેટલાદ, સોજીત્રા, ખંભાત, તારાપુરમાં કુલ 1348 મતદાન મથકો તૈયાર કરવામાં આવનાર છે. જેમાં જીલ્લા પંચાયત અને 8 તાલુકા પંચાયતો માટે સી.યુ કુલ 3083 અને બેલેટ યુનિટ કુલ 3084 ફાળવવામાં આવનાર છે.ચુંટણી સમયે ઈવીએમ મશીનમાં ખામી સર્જાઇ તાત્કાલિક બદલવા માટે 5 જેટલી ટેકનીકલની ટીમો પણ તૈનાત રખાનાર છે.આમ આણંદ જીલ્લા ચુંટણી વિભાગ દ્વારા ચુંટણી લક્ષી કામગીરીઓને આખરી ઓપ પણ આપી દેવાયો છે.
મથકો પર સેનેટાઈઝિંગ માટે પાંચ ટીમો તૈનાત
આણંદ જીલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને આણંદ પાલિકા સહિત જુદીજુદી 7 પાલિકાઓની 28 ફેબ્રુઆરીએ ચુંટણી યોજાનાર છે.ત્યારે ચુંટણી વિભાગ દ્વારા મતદાન મથકો માટે ઈવીએમ મશીનની ફાળવણી કરવામાં આવી દીધી છે.જો કે મતદાન આગલા દિવસે મતદાન મથકો પર સેનેટાઈઝ છંટકાવ કામગીરી હાથ ધરવાની સુચનાને પગલે પાંચ ટીમો તૈનાત કરી દેવામાં આવી દીધી છે. > મેલેરીયા વિભાગ, આણંદ નગરપાલિકા
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.