તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદનપત્ર:સગુણા ફૂડ પોલ્ટ્રી ફાર્મરો સાથે શોષણ કરતી હોવાનો આક્ષેપ

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઓછંુ ચુકવણુંં કરતા હોઈ ચીટનીશને આવેદનપત્ર આપ્યું

નડિયાદના સગુણા ફાર્મર એસોસિયેશન દ્વારા સગુણા ફુડ પ્રાઈવેટ કંપની દ્વારા પોલ્ટ્રી ફાર્મરો સાથે ગંભીર પ્રકારની છેતરપીંડી કરી શોષણ કરવા બાબતે આણંદના કલેકટરને આવેદનપત્ર આપી કંપની સામે કાયદેસરના પગલા ભરી પોલ્ટ્રી ફાર્મરોને ન્યાય અપાવવાની માંગ કરી છે. સગુણા ફુડ પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા પોલ્ટ્રી ફાર્મરો સાથે ગંભીર પ્રકારની છેતરપીંડી કરી શોષણ કરવાના આક્ષેપ સાથે ગુરૂવારે નડિયાદના સગુણા ફાર્મર એસોસિયેશન દ્વારા આણંદના કલેકટર આર. જી. ગોહીલને સંબોધીને લખેલું આવેદનપત્ર કચેરીના ચીટનીશને આપ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર કંપની દ્વારા માર્ચ 2020 થી પોલ્ટ્રી ફાર્મરોને નીતિ નિયમ મુજબ ચુકવવા પાત્ર રકમ આપવામાં આવેલ નથી. જેના કારણે ફાર્મરોને નુકશાન ગયેલ છે. કંપની દ્વારા ચુકવેલ જીસીની રકમ ફાર્મર કરવામાં આવતો પગાર, કુસ્કી, લાઈટબીલ, ફાર્મઘસારા, દવા વગેરેનો ખર્ચ કરતા ખુબ જ ઓછી રકમ છે. જેના લીધે ફાર્મરોને ઘણું આર્થિક નુકસાન થયેલ છે.

તેમજ મે, જુન, જુલાઈમાં કંપની દ્વારા જે વેચાણ કરવામાં આવેલ છે તેમાં કંપનીના એકના ડબલ થયેલ છે. પરંતુ ફાર્મરને થયેલ ખર્ચ થતા ખુબ જ ઓછુ ચુકવણુ કરવામાં આવેલ છે. કંપની દ્વારા માર્ચ2020 થી પ્રોડક્શન કિંમત અને જીસીની કિંમત નક્કી કરવા ઘણી મોટા પ્રકારની ગેરરીતિ કરી કૌભાંડ આચરેલ છે. કંપની દ્વારા બુક બંધ કરવાના નીતિનિયમોનું પાલન કરાતું નથી.

અન્ય સમાચારો પણ છે...