કલેક્ટરને રજૂઆત:બદલપુરના નરશીપુરામાં પાઈપ લાઈન નાખવાની કામગીરીમાં ગેરરીતિની રાવ

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જવાબદારો સામે પગલાં ભરવા કલેક્ટરને રજૂઆત

બોરસદ તાલુકાના બદલપુર તાબે આવેલ નરશીપુરા પરા વિસ્તારમાં સ્થાનિક રહીશોને પીવાના પાણી ની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી એટીવીટીની ગ્રાન્ટમાંથી વર્ષ 2017માં રૂપિયા ત્રણ લાખના ખર્ચે ઓવર હેડ પાણીની ટાંકી માટે મંજૂરી મળી હતી.

ગ્રામ પંચાયત દ્વારા આ અંગેનો કોન્ટ્રાક આપવામાં આવ્યો હતો.કોન્ટ્રાકટરે ટાંકીની કામગીરી મનસ્વી રીતે બનાવી છે. જેમાં હલકો સામાન ઉપયોગ કરાતાં તેનું તળિયું જર્જરીત હાલતમાં ફેરવાઈ ગયું છે.આ ટાંકીમાં પાણી ભરવા અને જે તે વિસ્તારમાં પહોંચે તે હેતુથી ગેલવેનાઇઝની પાઈપલાઈન નાખવાની હતી જે નાખી જ નથી.

ટાંકીની કામગીરી ચાલુ હતી તે દરમિયાન તાલુકા જિલ્લા કક્ષાએથી કોઈ એન્જીનીયર કે અન્ય સંબંધિત વિભાગ દ્વારા કોઈ તપાસ કે દેખરેખ રાખવામાં આવી ના હોવાનું સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે. આ અંગે તાલુકા જિલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ તપાસ કરવાને બદલે ભીનું સંકેલવા પ્રયાસ થતાં સમગ્ર પ્રકરણમાં નિષ્પક્ષ તપાસ હાથ ધરવા અને જવાબદારો સામે પગલાં ભરવા માટે કલેકટરને રજૂઆત કરી અેસીબી દ્વારા તપાસ શરૂ કરવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...