આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંધ દ્વારા તાજેતરમાં યોજાયેલ બદલી કેમ્પમાં ખડોલ(હ)ના શિક્ષકની લાયકાતને ધ્યાને રાખીને ધો-6 થી ધો-8માંથી ધો 1 થી 5 માં મુકયા હતા. ત્યારબાદ વિવાદ થતાં તેઓની લાયકાત ધો 6 થી 8 માટે અમાન્ય હોવા છતાં પુનઃ તે શાળામાં મુકવામાં આવતાં લાયકાત ધરાવતા શિક્ષીકા વધમાં પડતાં મામલો વધુ ગરમયો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ખડોલ(હ)ના શિક્ષક પ્રાથમિક શિક્ષણ સંધના હોદેદાર હોવાથી છાવરવામાં આવી રહ્યાં હોવાનો આક્ષેપ ઉઠવા પામ્યા છે.
સરકારે 2012માં સંગીત વિશારદ, સાહિત્ય સુધારક અને હિન્દી સેવકની લાયકત ધો 6 થી 8 માટે અમાન્ય ઠેરવી હતી.તેમ છતાં 2015માં ખડોલ(હ)ના શિક્ષક યોગ્ય લાયકાત ધરાવતાના હોવા છતાં કૌના ઇશારે ધો-6 થી ધો-8માં મુકવામાં આવ્યા છે. તે પ્રશ્ન શિક્ષક આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે. જિલ્લામાં આવા કેટલાંક શિક્ષકો હશે તે પણ પ્રશ્ન ઉઠવા પામ્યો છે. તેઓને અગાઉ ધો 1થી 5માં મુકવા આવ્યા હતા.પરંતુ તેઓએ વાંધા ઉઠવતા તેમને પુનઃ ધો 6 થી 8માં મુકી દેવામાં આવ્યા હતા.તેના કારણે ખડોલ(હ)માં લાયકાત ધરાવતા શિક્ષિકા વધ પડતાં તેઓની નોકરી પર જોખમ ઉભું થયું છે.
ખડોલ(હ)ના શિક્ષક ઇશ્વરભાઇ પ્રજાપતિએ 2018માં બીઆરસી માટે ખોટા પ્રમાણ હિન્દી સેવકના મુકાય હતા. ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાઘિકારીને દ્ગુારા્પારંભિક શિક્ષણ પરિષદ સર્વ શિક્ષા અભિયાન ગાંધીનગર ના નાયબ શિક્ષણ નિયામકને લેખિતમાં જણ કરીને હિન્દી સેવકને બીએ સમકક્ષની લાયકાત છે કે નહીં ખરાઇ કરી અભિપ્રાય આપવા જણાવ્યું હતું. જેતે સમયે નાયબ શિક્ષણ નિયામકે હિન્દી સેવકની લાયકાત બીએ સમકક્ષ ગણવાની કોઇ જોગવાઇ નથી જેથી નિયમ અનુસાર કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જેથી તેઓને બીઆરસી તરીકે મુકવામાં આવ્યા ન હતા. જયારે 2015માં તેઓને ધો 6 થી 8માં મુકવામાં માટે કરવામાં આવેલા પરિપત્રમાં ઉલ્લેખ કરવામાંઆવ્યો છે.જે ભવિષ્યમાં તમારા પ્રમાણપત્ર ખોટા માલુમ પડશે તો આપનો વિકલ્પ આપોઆપ રદ ગણાશે અને સેવા શિસ્ત નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશેતેમજ જિલ્લામાં કોઇ પણ ખાલી પડેલ જગ્યા મુકવામાં આવશે તેમ છતાં શિક્ષણ વિભાગ દ્વારા આ બાબતે કોઇ જ પગલા લેવામાં આવ્યા નથી. જેને લઇને શિક્ષક આલમમાં ચર્ચાનો વિષય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.