તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં મંગળવારે ઉમેદવારી પત્રો પરત ખંેચવાનો અંતિમ દિવસ હતો.જેને લઇને ઉમેદવાપી પત્ર પરત ખેંચવા માટે કાવાદાવા સોમવાર રાતથી શરૂ થઇ ગયા હતા. મંગળવાર સવારે આણંદ બેંકવેટ હોલમાં ઉમેદવારી પત્ર ખેંચવાની કામગીરી ચૂંટણી અધિકારીની ઉપસ્થિતી ચાલી રહી હતી.ત્યારે બેંકવેટ હોલની બહાર હાઇડ્રામા સર્જાયો હતો. આ જોઇને સૌ કોઇ ચોકી ઉઠયા હતા. આણંદ શહેર કોંગ્રેસ પ્રમુખ અને વોર્ડ નં 2ના મહિલા ઉમેદવારની પતિ સહિત કેટલાંક કાર્યકરોએ આમ આદમી પાર્ટીમાંથી વોર્ડ નં-2માં ફોર્મ ભરનાર ઉમેદવારને ખેંચીને બળજબરી પૂર્વક હોલમાં લઇ જઇને ઉમેદવારી પત્ર પરત ખેંચાવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. જેની જાણ આમ આદમી પાર્ટીના પ્રમુખ દિપાલીબેન અને કાર્યકરો થતાં તેઓ દોડી આવ્યા હતા. કોંગ્રેસની ચુંગાલામાંથી ઉમેદવાર બચાવ્યો હતો. આ જોઇને સૌ ચોકી ઉઠયા હતા.
આણંદ નગરપાલિકા વોર્ડ નં -2 બાકરોલ વિસ્તારમા ંઆવ્યો છે. જેમાં કોંગ્રેસમાંથી આણંદ શહેર પ્રમુખ અલ્પેશ પઢિયાર અને મહિલા ઉમેદવારના પતિ સહિત કેટલાંક કાર્યકરોએ મહમંદ અનિશ વહોરાને બળજબરી પૂર્વક અંદર લઈ જઈ ફોર્મ પરત ખેંચાવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. જેને લઈને આપના જિલ્લા પ્રમુખ દિપાલીબેન તથા અન્ય કાર્યકરોએ કોંગ્રેસ સાથે રકજક કરી મહંમદ અનિશને છોડવ્યો હતો. ત્યારબાદ પ્રાંત અધિકારી સમક્ષ મહંમદ અનિશને ખોટી રીતે ફાર્મ ખેંચાવ્યુ હોવાનો આક્ષેપ કર્યો હતો. આ બનાવને લઈને બેંકવેટ હોલની બહાર ભારે ડ્રામા સર્જાયો હતો. સમગ્ર પ્રકરણને લઈને આમ આદમી પાર્ટી દ્વારા મહંમદ અનિશનું કોંગ્રેસે અપહરણ કર્યું હોવાના આક્ષેપ સાથે ફરીયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.
આપ દ્વારા ચૂંટણી અધિકારીને સમક્ષ રજૂઆત કરી
આમ આદમી પાર્ટી આણંદ જિલ્લાના પ્રમુખ દિપાલીબેન ભટ્ટે આપના ઉમેદવારને બળજબરી પૂર્વક ઉમેદવારી પત્ર પરત ખેંચવા માટે મજબૂર કરનાર કોંગ્રેસના ઉમેદવાર સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તેમજ અપહરણની ફરિયાદનોંધાવાની તૈયારી આરંભી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.