આક્ષેપ:વિદ્યાનગર સાયન્સ કોલેજમાં યુવકે વિદ્યાર્થિનીની છેડતી કર્યાનો આક્ષેપ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રોફેસરના મીમ અંગે ચાડી કરતા કાવતરુ રચાયાનો વળતો આક્ષેપ

વિદ્યાનગરની સાયન્સ કોલેજમાં લઘુમતિ કોમના વિદ્યાર્થીએ સહઅધ્યાયીની છેડતી કરી હોવાનો આક્ષેપ કરાયો છે. છેડતીનો આક્ષેપ થયો છે તે વિદ્યાર્થીઅે ટેલિફોનિક વાતચીતમાં સમગ્ર બાબતે ઈન્કાર કર્યો હતો અને થોડાં સમય અગાઉ ચાલુ ક્લાસમાં પ્રોફેસરોના ફોટા પાડી અને તેના મીમ બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કરાતા હોઈ વિદ્યાર્થીએ પ્રોફેસરને ચાડી કરી દેતાં તેની રીસ રાખીને સમગ્ર કાવતરૂં વિદ્યાર્થિની અને તેના દસેક જેટલાં મિત્રો દ્વારા રચ્યું હોવાનો આક્ષેપ યુવકે કર્યો હતો.

નોંધનીય છે કે, આ મામલે વિદ્યાર્થીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, બે દિવસ પહેલાં જ કેટલાંક ટોળાં તેની કોલેજમાં ધસી આવ્યા હતા. જોકે, વિદ્યાર્થી પ્રિન્સીપાલની ઓફિસમાં જતા રહેતાં ટોળાં જતા રહ્યા હતા. કોલેજની બદનામી ન થાય અને મામલો કોલેજ સંકુલમાં જ પતી જાય તે હેતુસર પ્રિન્સીપાલે પણ બે દિવસ પહેલાં જ વિદ્યાર્થી પાસે માફીપત્ર લખાવ્યું હતું. જોકે, બીજી તરફ સમગ્ર મામલો ભાજપ પ્રેરિત વિદ્યાર્થી સંગઠન એબીવીપી પાસે પહોંચી જતાં તેમણે ચારૂતર વિદ્યા મંડળના પ્રમુખ ભીખુભાઈ પટેલને આવેદન આપી વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવાની માગ કરી હતી.

અમે િવદ્યાર્થી પાસે માફીપત્ર લખાવી લીધું છે
વિદ્યાર્થી સંગઠનોએ આ સંદર્ભે આવેદનપત્ર આપી તેને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. જોકે, બે દિવસ પહેલાં જ સમગ્ર મામલો મારી ઓફિસે પહોંચ્યો હતો. જેને પગલે મેં વિદ્યાર્થી પાસે માફીપત્ર લખાવ્યું છે. સમગ્ર ઘટનામાં ખરેખર સાચું શું છે તેની મને જાણ નથી. > પિયુષભાઈ લશ્કરી, પ્રિન્સીપાલ.

અન્ય સમાચારો પણ છે...