આક્ષેપ:આરોગ્ય કેન્દ્રો ઉપર ફરજ બજાવતી મહિલા કર્મીઓ અસુરક્ષિતનો આક્ષેપ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ સહિત સભ્યો જિલ્લા વિકાસ અધિકારી લેખિતમાં રજૂઆત કરી

આણંદ જિલ્લા પંચાયત હસ્તકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર ફરજ બજાવતી મહિલા કર્મચારીઓની સહકર્મીઓ દ્વારા જાતિય સતામણીની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા છુટા કરવા જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી.

ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાન્ત ભારતીયએ જણાવ્યું હતું કે, એક બાજુ સરકાર બેટી બચાવો અભિયાન ચલાવી રહી છે. ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત હોવાના બણગા ફુકી રહ્યાં છે. બીજી બાજુ સરકારી કચેરીઓમાં જ મહિલાઓ સુરક્ષિત નથી.જે શરમજનક બાબત છે. તાજેતરમાં બુધેજ અને વડોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓએ સ્થાનિક કર્મચારીઓ વિરૂધ્ધ જાતિય સતામણીની ફરિયાદ કરી હોવા છતાં મુખ્યજિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા આ કર્મચારીોને એમના વતન નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બદલી કરીને છાવરામાં આવી રહ્યાં હોવાનો આક્ષેપ કર્યો હતો.

આવા અશોભનીય પ્રવૃતિને પ્રોત્સાહન આપવામાં આવતાં મહિલા કર્મચારીઓમાં ભય ફેલાઇ ગયો છે.ત્યારે આવા લંપટ તબિબોની સાથે એમને છાવરનાર અધિકારીઓ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરી મહિલા કર્મચારીઓને સુરક્ષિત વાતાવરણ પુરુ પાડવા ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...