કામ મંજુર:બોરસદ પાલિકામાં વિરોધ વચ્ચે બહુમતીના જોરે તમામ કામ મંજુર

આણંદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય સભામાં એજન્ડાના 27 કામ અને વધારાના બે કામ રજૂ કરાયા હતા

બોરસદ નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં એજન્ડાના 27 કામો અને વધારાના 2 કામો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ વાર અપક્ષ અને કોંગ્રેસના 16 કાઉન્સિલરોએ એક થઇ તમામ કામોનો વિરોધ નોંધાવ્યો હતો. જોકે, આમ છતાં સત્તાધારીપક્ષ દ્વારા 28 કામોને બહુમતીના જોરે મંજુર કરવામાં આવ્યા હતા.

બોરસદ પાલિકાની સામાન્ય સભા શુક્રવારે સવારે 11 કલાકે પાલિકા સભાખંડમાં પાલિકા પ્રમુખ આરતીબેન પટેલના અધ્યક્ષસ્થાને અને ઉપપ્રમુખ રણજિતસિંહ પરમાર અને ચીફ ઓફિસર કમલકાંત પ્રજાપતિની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.

જેમાં એજન્ડાના 27 કામો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં 2021-22નો વાર્ષિક હિસાબ,નગરપાલિકા હદ વિસ્તારમાં દુકાનો અને જગ્યાઓની ભાડાપટ્ટા મુદ્દત વધારા અરજી બાબત, પલિકાને મળેલ વિવિધ ગ્રાન્ટોમાંથી વિકાસના કામો કરવા બાબત, નગરપાલિકાની હદ વિસ્તારમાં વિવિધ માર્ગો, ચોકના નામ આપવા બાબત, સફાઈ કમદારોના યુનિફોર્મ ખરીદ કરવા બાબત સહીતના 27 એજન્ડાના કામો અને વધારાના કામમાં શહેરમાં પેવર બ્લોક નાખવા બાબત અને કન્સલટન્ટની નિમણુંક કરવા બાબતના કામો રજૂ કરવામાં આવ્યા હતા.

જેમાં એજન્ડાના 10 નંબરના કામને મુલતવી રાખવામાં આવ્યો હતો. અને બાકીના 28 કામોને 20 સભ્યોએ બહુમતીના જોરે મંજુર કર્યા હતા. આજની સભામાં પ્રથમવાર અપક્ષ અને કોંગ્રેસના 16 કાઉન્સિલરોએ એક સાથે આવી તમામ કામોનો વિરોધ નોંધાવ્યો હતો.

પાલિકા દ્વારા સામાન્ય સભામાં ઠરાવ કરી ટ્રી પ્લાન્ટેશન ડિપોઝીટના કામને મંજુર કરવામાં આવ્યો છે. જેમાં બાંધકામ પરવાનગી આપતી વખતે ટ્રી પ્લાન્ટેશન ડિપોઝીટ લેવાશે અને જો બિલ્ડર દ્વારા ટ્રી પ્લાન્ટેશન ના કરવામાં આવે તો પાલિકા ખાતે રાખવામાં આવેલ ડિપોઝીટને જપ્ત કરી લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...