• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • All Practical Examinations Of Sardar Patel University Will Be Canceled, Marks Of Internal Examination Will Be Counted In External.

શિક્ષણ:સરદાર પટેલ યુનિવર્સિટીની તમામ પ્રેક્ટીકલ પરીક્ષા રદ, ઈન્ટર્નલ પરીક્ષાના માર્કસ એક્સટર્નલમાં ગણાશે

આણંદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં હાલમાં પરીક્ષાઓ અંત્તિમ તબક્કામાં છે ત્યારે બીજી તરફ યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા કોરોના સંક્રમણની ભીતિ વચ્ચે સ્નાતક અને અનુસ્નાતક વિષયોમાં કે જેમાં પ્રેક્ટીકલ પરીક્ષાઓ લેવામાં આવે છે તે તમામ પરીક્ષાઓ રદૃ કરવાની જાહેરાત કરાઈ છે. વધુમાં જે લોકોની આંતરિક પ્રેક્ટીકલ પરીક્ષા લેવામાં આવી હતી તેમાં તેમને જે ગુણ મળ્યા હતા તે ગુણ જ તેમના એક્ટર્નલ પરીક્ષામાં ગણવામાં આવશે.

આ અંગે વાત કરતા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શીરીષ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, હાલમાં પરીક્ષા સફળતાપૂર્વક લઈ રહ્યા છે. પરંતુ બીજી તરફ કોરોનાના કેસનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે પ્રેક્ટીકલ પરીક્ષામાં સોશ્યલ ડિસ્ટન્સનું પાલન શક્ય ન બને. તે હેતુસર જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને તેને કારણે જ તમામ કોર્સમાં કે જ્યાં પ્રેક્ટીકલ પરીક્ષાઓ લેવામાં આવે છે તે રદૃ કરવાની જાહેરાત કરાઈ છે. આ ઉપરાંત પ્રોજેક્ટ વાઈવા છે તે પણ આવનારા સમયમાં ઓનલાઈન લેવાશે.