તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનું સંક્રમણ:આણંદમાં રેપીડની કીટ ખૂટી પડતાં તમામ 7 ડોમ બંધ

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આણંદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતાં ડોમ ઉભા કરાયા
 • ટેસ્ટ માટે આવનારાને બંધ ડોમ જોઇને પરત ફરવાનો વારો આવ્યો
 • આરોગ્ય તંત્ર સેવા માટે તૈયાર પણ સાધનો જ ન હોય તો શુ કરે ?
 • કીટ અોછી આવતાં માત્ર 2 જ દિવસમાં સ્ટોક પૂરો થઈ ગયો

આણંદ શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે 25મી માર્ચથી ટાઉનહોલ, નવા બસસ્ટેશન, કલેકટર કચેરી, ગામતળ વિસ્તાર સહિત 7 જગ્યાએ મફત રેપીડ ટેસ્ટ માટે ડોમ ઉભા કરવામાં આવ્યા હતા. જે તે વખતે આરોગ્ય વિભાગ દ્વારા 25 હજાર કીટની માંગણી કરી હતી.તેની સામે માત્ર 5 હજાર રેપીડ ટેસ્ટની કીટ આવી હોવાનું ચર્ચાય છે. જોકે જેમાં 7 ડોમ ઉપરાંત આણંદ સિવિલ સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો રેપીડ ટેસ્ટ માટેની કીટ ફાળવવામાં આવી હતી. 7 ડોમ પર દૈનિક 350 લોકો ટેસ્ટ કરવા માટે આવતાં હતા. તેમજ સરકારી હોસ્પિટલો મોટીસંખ્યામાં રેપીડ ટેસ્ટ કરાતાં હતા. જેથી માત્ર 4 દિવસમાં જ રેપીડ ટેસ્ટની કીટ ખલાસ થઇ ગઇ હોવાનું કહેવાય છે. જેના કારણે રવિવાર બપોર બાદ શહેરમાં ઉભા કરવામાં આવેલા ડોમ બંધ કરવાનો વખત આવ્યો હતો. અને રેપીડ ટેસ્ટ કરાવવા માટે આવનારા લોકોને બંધ ડોમ જોઇને પરત ફરવાનો વારો આવ્યો હતો.

આણંદ જિ.માં 70 શિક્ષકો પોઝિટીવ પણ શાળાઓ તો ધમધમી રહી છે
આણંદ-ખેડા જિલ્લામાં માર્ચ માસ સૌથી વધુ શિક્ષકો અને વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણના ભોગ બન્યા છે. આણંદ જિલ્લામાં 70થી વધુ શિક્ષકો શંકાસ્પદ કોરોના ઝપેટમાં આવી ગયા હોવાનું શિક્ષક સંઘના પ્રમુખ વિક્રમસિંહ ગરાસિયાએ જણાવ્યુ હતું. જયારે ખેડા જિલ્લમાં મોટીસંખ્યામાં શિક્ષકો ઝપેટમાં આવ્યા છે. જેના આણંદ શહેર ડીએન હાઇસ્કુલ, આઇબીપટેલ સ્કુલ બંધ કરવાનો વખત આવ્યો હતો. એક માત્ર ખંભાત તાલુકાની વાત કરી તો 40 વધુ શિક્ષકો અને 15 વધુ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણની ઝપેટામાં આવી ગયા છે. આ લોકો સમાજના સીધા સંપર્કમાં હોવાથી કોરોના સંક્રમણના આંકમાં ચારગણો વધારો નોંધાયો છે. શાળાઓ આવતા બાળકોને કારણે કેટલીક જગ્યાએ વાલીઓ પણ કોરોના ભોગ બન્યા છે. ન઼ડીઆદ શહેર સહિત જિલ્લામાં શિક્ષકો કોરોના ભોગ બન્યા છે.આસોદર ગામની એચ.ડી.પટેલ હાઇસ્કુલમાં બે શિક્ષકો રીપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે.જેથી 7 દિવસ સુધી શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ખંભાત તાલુકામાં અત્યાર સુધીમાં 15થી વધુ વિદ્યાર્થીઓ અને 30 થી વધુ શિક્ષકો કોરોના ઝપેટમાં આવી ગયા છે.

કઠલાલ તાલીમ ભવન શાળાના આચાર્યનું શંકાસ્પદ કોરોનાથી મોત
કઠલાલ તાલીમ ભવન શાળાના આચાર્ય રાજેશભાઇ મુલવાણીનું મંગળવારના રોજ શંકાસ્પદ કોરોના મોત નિપજયું છે. અગાઉ તેમની પત્ની કોરોની ઝપેટમાં આવી ગઇ હતી.એક સપ્તાહ પહેલા તાલમી ભવન ખાતે શિક્ષકોના તાલીમ વર્ગ યોજાયો હતો.જેમાં 300 શિક્ષકો ભાગ લીધો હતો. તેઓને આચાર્ય રાજેશભાઇ તાલીમ આપી હતી. જેથી કેટલા શિક્ષકોમાં કોરોના સંક્રમણ ફેલાયું હશે તેની ચિંતા શિક્ષકો સહિત સૌ કોઇમાં જોવા મળે છે. ત્યારે તંત્ર દ્વારા સંક્રમણ વધે તે પહેલા કાર્યવાહી કરાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો