આંકલાવ તાલુકાના આસોદર ખાતે રહેતા એક વ્યક્તિને અમદાવાદના બે વ્યાજખોરોએ પાંચ ટકાના વ્યાજે રૂ 15 લાખ આપ્યા હતા. અને તેની સામે રૂ 55 લાખ વસૂલી લીધા હોવા છતાં પણ રૂ 1.50 લાખ બાકી કાઢી ગાડી લઈ જવાની અને છોકરાને ઉઠાવી લઈ જઈને મારી નાંખવાની ધમકી આપતા અમદાવાદના બે વ્યાજખોરો વિરૂધ્ધ આંકલાવ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આંકલાવના આસોદરમાં રહેતા બળદેવભાઈ વણોલ (રાજપૂત) અગાઉ અમદાવાદ જિલ્લાના કુહા ગામે રહેતા હતા. વર્ષ 2018માં બળદેવભાઈએ મકાન લેવા માટે બેન્ક ઓફ ઇન્ડિયામાંથી રૂ 33 લાખની લોન લીધી હતી. અને વધુ નાણાંની જરૂર પડતા અમદાવાદના હરપાલસિંહ જાડેજા અને મનહરસિંહ ચાવડા પાસેથી 7 ટકાના વ્યાજે રૂ 2 લાખ લીધા હતા. જે વ્યાજ સાથે ચૂકવી દીધા બાદ બીજા રૂ 4 લાખ લીધા હતા તે પણ વ્યાજ સહિત ચુકવી દીધા હતા. બળદેવભાઈએ ત્યાર બાદ વધુ રૂ 15 લાખ વ્યાજે લીધા હતા. તેનુ વ્યાજ પણ નિયમિત ચુકવતા હતા.
બંને વ્યાજખોરોએ તેમને ધમકીઓ આપતાબળદેવ ભાઇ પહેલાં વડોદરાના સાવલી ગામે અને પછી ત્યાંથી પણ ઘર ખાલી આસોદર રહેવા આવી ગયા હતા. તેમ છતાં વ્યાજખોરોએ તેમનો પીછો છોડ્યો નહી. હવે છોકરાને ઉઠાવી જઇ હત્યા કરી નાંખાવાની ધમકી આપતા તેમણે પોલીસમાં ફરિયાદ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.