તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદ શહેર પોલીસની ટીમે શાસ્ત્રી બાગ પાસે વોચ ગોઠવી બાતમી મુજબના બાઈક ચાલક શખ્સ જિજ્ઞેશ ભુપેન્દ્ર પટેલ (રહે. સરદાર ચોક, ઓડ)ને ભારતીય ચલણની બનાવટી 164 નોટો સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા તેના રહેણાંક મકાનમાં દરોડો પાડીને કલર પ્રિન્ટર તેમજ વધુ 64 નોટ કબ્જે લીધી હતી. રૂપિયા બે હજારની નોટ કાપવાની બાકી હતી તે પણ પોલીસે કબ્જે લીધી હતી.
પોલીસે જિજ્ઞેશ પટેલની સઘન પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, છેલ્લાં ત્રણ માસથી તે બનાવટી નોટ બનાવતો હતો. અત્યાર સુધીમાં તેણે 60 થી 70 હજારની બનાવટી નોટો આણંદ, નડિયાદ, ઉમરેઠ, અમદાવાદ, વડોદરા, સાવલી, સુરત સહિતના શહેરોના બજારોમાં વટાવી હતી. સામાન્ય રીતે તે મોટી નોટ વટાવતો નહોતો. પરંતુ રૂપિયા 50, 100 અને રૂપિયા 200ની નોટ વટાવી જરૂરીયાતવાળી વસ્તુઓ લઈ લેતો હતો. નોટ બનાવવાનું તે યુ ટ્યુબ પર જોઈને શીખ્યો હતો. એક માસ સુધી તે બનાવતા શીખ્યો એ પછી તે બજારમાં જઈને ખરીદી કરવા જતો હતો.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, શખ્સ વિરૂદ્ધ પોલીસે ગુનો દાખલ કરી ગુરૂવારે તેને વધુ તપાસ અર્થે કોર્ટમાં રજૂ કર્યો હતો. વધુમાં તેની સાથે અન્ય કોઈ સંકળાયેલું છે કે કેમ, તેમજ અન્ય કોઈ સ્થળે તેણે નોટ વટાવી હતી કે કેમ તે સહિતની માહિતી મેળવવા આગામી 2 જી જાન્યુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા છે.
સાંજના સિનિયર સિટીઝન બેઠા હોય તેવી દુકાનો પસંદ કરતો
આણંદ શહેર પોલીસની ટીમે ઓડ ગામના જીગ્નેશ ભુપેન્દ્ર પટેલ ભારતીય ચલણની નકલી નોટો છાપીને બજારમાં ભીડભાડવાળી દુકાનોએ ખાસ તો સાંજના સમયે તેમજ જે દુકાનના કાઉન્ટર ઉપર સિનિયર સિટીઝન બેઠા હોય તેવી દુકાનોમાં જઈને આ ભારતીય ચલણની નકલી નોટો ખરીદી કરી વટાવતો હતો. સામાન્ય રીતે તે રૂપિયા બે હજારની નોટ ઓછી વટાવતો હતો. નાની-નાની નોટ વટાવીને કોઈને શંકા ન જાય તે હેતુથી ખરીદી કર્યા બાદ તુરંત જ દુકાનમાંથી નીકળી જતો હતો.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.