તાપમાન ઘટવાની સંભાવના:ચરોતરમાં ત્રણ દિવસ બાદ તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો, આગામી ત્રણ દિવસ સુધી ગરમીનું જોર રહેશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ -ખેડા જિલ્લામાં ત્રણ દિવસમાં મહતમ તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો થયો છે. આગામી બે દિવસ તાપમાનમાં ત્રણ થી ચાર ડિગ્રીનો વધારો થવાની સંભાવના હવામાન ખાતા દ્વારા વ્યકત કરવામાં આવી છે. આગામી સપ્તાહમાં પારો 42 ડિગ્રી વધુ રહેતા હિટ વેવની શક્યતા વર્તાઇ રહી છે.

આણંદ કૃષિ હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યા પ્રમાણે પવનની દિશા ઉતર દક્ષિણ હોવાથી ગરમ પવનોનું જોર વધ્યું છે. જેના કારણે ગરમીમાં 1 ડિગ્રીનો વધારો થયો છે. આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાન 3 થી4 ડિગ્રી વધુ રહેશે તેવી સંભાવના છે. આણંદ કૃષિ હવામાન વિભાગમાં ગુરવારે નોંધાયેલા તાપમાન પર નજર કરી તો મહતમ તાપમાન 39.00, લઘુતમ તાપમાન 26.00, પવનની ગતિ પ્રતિ કલાક 4.07 કિમીની અને ભેજના ટકા 71 નોંધાય છે.

આગામી બે દિવસ તાપમાન ઉચું જવાની સંભાવના છે. કૃષિ વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે ગરમીનું જોર આગામી એક સપ્તાહ સુધી રહેશે.ત્યારબાદ તાપમાન ઘટવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...