• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • After Spending Five Days In A Bunker, Ukrainian Police Did Not Allow Them To Board The Train, Barely Risking Their Lives To Reach The Polish Border.

આણંદના વિદ્યાર્થીની આપવીતી:પાંચ-પાંચ દિવસ બંકરમાં ગુજાર્યા બાદ ટ્રેનમાં યુક્રેનની પોલીસ બેસવા દેતી ન હતી, જીવના જોખમે પોલેન્ડ બોર્ડર પહોંચ્યા

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓની તસવીર - Divya Bhaskar
યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓની તસવીર
  • યુક્રેનના સૈનિકો દ્વારા બોર્ડર ક્રોસ કરવા દેવામાં આવતી ન હતી, મહામુશ્કેલીએ અમે બોર્ડર પાર કરી શક્યા- અમન પટેલ

યુક્રેનનાં યુદ્ધ વચ્ચે ફસાઈ ગયેલા આણંદ જિલ્લાના10 યુવકો ભારત સરકારનાં ઓપરેશન ગંગા હેઠળ સ્વદેશ પરત ફરતા તેઓના પરિવારજનો દ્વારા આરતી ઉતારી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં આણંદ રતનપુરા યુવકો રવિવારે વતન ફરતા વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું યુવકે પોતાની આપવીતી જણાવતા ગ્રામજનો સહિત સૌ કોઇ આખો ભીની થઇ ગઇ છે.

આણંદનો હર્ષિલ, નીલ પંચાલ ધવલ પટેલ, અવિનાશ રાણા, અમન પટેલ ગામના સહિત પાંચ યુવાનો વર્ક પરમીટ પર પૈસા કમાવા માટે યુક્રેન ગયા હતા. અને કીવમાં જોબ કરતા હતા. પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળતા તેઓ કીવમાં ફસાઈ ગયા હતા. આ અગાઉ આવેલા પાંચેય યુવકોએ બે રાત્રી બંકરમાં વિતાવી હતી. જ્યાં ખાવા પીવાની પણ તકલીફ હતી. તેઓએ પોતાના ઘર નજીક એક ઇમારતને નષ્ટ થતા જોઈ હતી. ફાયરિંગ અને બ્લાસ્ટના આવજો સતત સંભળાતા હતા જેને લઈને તેઓ ગભરાઈ ગયા હતા અને તેઓએ કીવ છોડવાનો નિર્ણય લીધો હતો.

કીવ છોડવા માટે તેઓ પોતાનો સામાન લઈ બહાર નીકળ્યા ત્યારે તેમની નજીકમાં આવેલી એક રેસ્ટોરન્ટ પર મિસાઈલ ત્રાટકતા બ્લાસ્ટ થતા જોઈ હતી. જ્યારે એક મિસાઈલ પોતાના માથા પરથી પસાર થતા જોઈ તેઓ ખુબજ ભયભીત બન્યા હતા, તેઓએ રસ્તામાં પાંચથી વધુ સબવે સ્ટેશન નષ્ટ થયેલા જોયા હતા.રસ્તામાં યુક્રેન આર્મીએ તેમની કાર રોકી હતી અને તેમની છાતી પર ગન મૂકી દેતા તેઓએ નજર સામે મોત નિહાળ્યું હતું. પરંતુ આર્મીએ તેઓના પાસપોર્ટ સહિતના દસ્તાવેજો જોયા બાદ તેઓને આગળ જવા દેવાયા હતા ત્યારબાદ તેઓ 30 કિલોમીટર પગપાળા ચાલી પોલેન્ડની સરહદ પહોંચ્યા હતા. પોલેન્ડની બે નંબરની સરહદ પર ભારતીય એમ્બેસીની મદદથી તેઓ પોલેન્ડ પહોંચ્યા હતા અને ભારત સરકારના ઓપરેશન ગંગા હેઠળ તેઓ દિલ્હી અને દિલ્હીથી સહીસલામત આણંદ પહોંચતા પાંચેય યુવાનો અને તેમના પરિવાજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

હર્ષિલે જણાવ્યું હતું કે તેઓ જયારે કીવ હતા ત્યારે યુધ્ધનાં કારણે તેઓને બંકરમાં રહેવું પડતું હતું અને ખાવા પીવાની પણ તકલીફ હતી તેમજ ઈન્ડીયન એમ્બેસી દ્વારા પહેલા જયાં છો ત્યાં રોકાઈ જાવ તેવી ગાઈડ લાઈન જારી કરી હતી જયારે બે દિવસ બાદ પોલેન્ડ રોમાનીયા હંગ્રીની સરહદ પર પહોંચીને સરહદ પાર કરવા ગાઈડ લાઈન જારી કરી હતી,જેથી તેઓ ભાડે ટેક્ષી કરીને પોલેન્ડની બે નંબરની સરહદથી 30 કિલોમીટર દુર પહોંચ્યા હતા જયાં ટેકસી વાળો તેઓને ઉતારીને પરત કીવ ચાલ્યો જતા તેઓ 30 કિલોમીટર ચાલીને પોલેન્ડની સરહદ પર પહોંચ્યા હતા અને સરહદ પાર કરીને પોલેન્ડ પહોંચતા તેઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

હર્ષિલએ કહ્યું હતું કે કીવથી પોલેન્ડ સરહદ જતા રસ્તામાં તેઓને યુક્રેનની સેનાએ રોકીને કારની તલાસી લીધી હતી તેમજ તેઓ તેમજ નીલની છાતી પર ગન મુકી દીધી હતી અને તેઓનાં પાસ્પોર્ટ અને અન્ય દસ્તાવેજો જોયા બાદ તેઓ ભારતીય નાગરીક છે તેવો વિશ્વાસ થતા તેઓને આગળ જવા દીધા હતા સાંસદ મિતેષ પટેલએ પણ આ પાંચેય યુવકોની મુલાકાત લીધી હતી, પાંચેય યુવકોએ ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.

રતનપુરાના યુવકને યુક્રેન પોલીસ ટ્રેનમાં ચઢવા દેતી ન હતી
ક્રેનમાં અભ્યાસ કરી રહેલા આણંદ તાલુકાના રતન પુરાના ગામના યુવાન અમન પટેલયુક્રેન થી પો તાના માદરે વતન રતનપુરા સહી-સલામત પહોંચી ગયેલા છે.આ યુદ્ધ ના માહોલ વચ્ચે ૫ દિવસ બંકર માં રહી ને પોતાના નો જીવ બચવીઓ અને ખરકિવ માં થી નીકળી પછી પણ ટ્રેન માં યુક્રેન ના અધિકારીઓ એ બેસવા દેવા માં ન આવ્યો હતો . યુક્રેની સૈનિકો દ્વારા ત્યાં બોર્ડર ક્રોસ કરવા દેતા ન હતા યુક્રેન-પોલેન્ડ બોર્ડર પર એ સમયે -7 ડિગ્રી તાપમાન હતું.પછી આ લોકો ને ભારત સરકાર ની મદદ મળી હતી જેથી માદરે વતન સહીસલામત પહોંચી ગયો છું

અન્ય સમાચારો પણ છે...