તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • After Not A Single Case Of Corona Was Registered In Anand District For Four Consecutive Days, Today 04 New Cases, 06 Active Cases Were Registered.

કોરોના અપડેટ:આણંદ જિલ્લામાં સતત ચાર દિવસથી કોરોનાનો એકપણ કેસ ન નોંધાયા બાદ આજે નવા 04 કેસ, એક્ટિવ કેસ 06 થયા

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કરમસદ હોસ્પિટલમાં 2 દર્દી વેન્ટીલેટર ઉપર બાકી તમામ હોસ્પિટલમાં સંક્રમિતોની સંખ્યા શૂન્ય

આણંદ જિલ્લામાં કોરોના સંક્રમિત નાગરિકોનો પ્રવાહ ધીમો થઈ રહ્યો છે. કોરોના જિલ્લામાં વિદાય લે તેવી પરિસ્થિતિ જણાઈ રહી છે. જૂનના છેલ્લા સપ્તાહ બાદ આજે જુલાઈની શરૂઆતના સપ્તાહમાં સતત ચાર દિવસથી કોરોના સંક્રમણનો નવો એકપણ કેસ નોંધાયો નહોતો, જ્યારે આજે નવા 4 કેસ નોંધાયા છે.

આણંદ જિલ્લામાં નોંધાયેલ કોરોનાના એક્ટિવ કેસ માત્ર 6 જ રહ્યા છે. જિલ્લામાં શરૂ થયેલ રસીકરણમાં આરોગ્ય તંત્રની કામગીરી અપૂરતા વેક્સિન જથ્થાને કારણે અટવાઈ છે. જિલ્લામાં નાગરિકોનું રસીકરણ 9 તારીખ સુધી બંધ રખાયું છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની કોરોનાની સત્તાવાર યાદી અનુસાર શનિવારના રોજથી સતત ચાર દિવસ કોરોના સંક્રમણના 0(શૂન્ય) કેસ બાદ આજે 4 નવા કેસ નોંધાયા છે. દૈનિક સંક્રમિતોની ઘટતી અને નહિવત નોંધાતી સંખ્યાને લઈ સરકારી તંત્રમાં હાશકારો વ્યાપી રહ્યો છે. લાગે છે હવે કોરોના વિદાય લઈ રહ્યો છે. જોકે, પ્રજા માટે હરખવા જેવી બાબત નથી જો સાવચેતી હટી તો દુર્ઘટના ઘટી ઉક્તિ અનુસાર ફરી તકલીફોનો સામનો કરવો પડી શકે તેમ છે. જે નવા આવતા કેસોથી સમજાઈ રહ્યો છે.

અત્યાર સુધીના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો 9 હજાર 599 સુધી પહોંચ્યો છે. જેમાંથી અત્યાર સુધી 9 હજાર 545 ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે. કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓનો અત્યાર સુધીનો મૃત્યુઆંક 48 નોંધાયો છે. આણંદ જિલ્લામાં હાલ 6 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 2 દર્દી વેન્ટિલેટર ઉપર કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 4 દર્દીઓ હોમ ક્વોરોન્ટાઇન કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...