તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદની આગાહી:મેઘરાજા સપ્તાહના વિરામ બાદ 11મીથી પુનઃ પધરામણીની વકી

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અરબી સમુદ્રમાં નૈઋત્યનું ચોમાસુ વધુ સક્રિય બન્યું

ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસુ બેસી ગયું છે. પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.જો કે, રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અગામી 11મી જુલાઈ એટલે કે, રવિવારથી આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. જેને લઈને ખેડૂતોમાં ખુશી પ્રસરી જવા પામી છે.

આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 11મી જુલાઈ રવિવારે અમદાવાદ, આણંદ , ખેડા, મહિસાગર સહિત મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શકયતા છે.મહત્વનું છે કે, અરબી સમુદ્રમાં નૈઋત્યનું ચોમાસુ વધુ મજબૂત થયું હોવાના કારણે દેશના પશ્ચિમ વિસ્તારના દરિયાકાંઠાના ભાગોમાં 11 તારીખ સુધી રેઇનફોલ એકિટવિટી વધી જશે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે. જ્યારે બીજી બાજુ બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સર્જાયું છે. આમ આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજા પુનઃ ચરોતરના મહેમાન બનશે. વરસાદની આગાહીથી ખેડૂતો માટે પણ સારા સમાચાર છે.

અન્ય સમાચારો પણ છે...