તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ઉમરેઠ તાલુકાના વણસોલ ગામમાં સગીરાને ભગાડી ગયા બાદ પકડાતા લાફો માર્યો

આણંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉમરેઠ તાલુકાના વણસોલ ગામની 16 વર્ષની સગીરાને નજીકમાં રહેતો યુવાન ભગાડી ગયો હતો. જે આજે પકડાઇ જતાં યુવાને બાળાને લાફો મારી ધમકીઓ આપી હતી. વણસોલ ગામના રોહીતવાસમાં રહેતો મુકેશભાઇ કનુભાઇ રોહિત ગઇકાલે મધ્યરાત્રે 16 વર્ષની બાળાને લગ્નની લાલચે ભગાડી ગયો હતો. જેની જાણ થતાં પરિવારજનોએ બંનેની શોઘખોળ કરી હતી. જેમાં આજે તેઓ પકડાઈ ગયા હતા. ત્યારે યુવાને તેણીને લાફો માર્યો હતો. અને ધમકી આપી કહ્યુ હતું કે, આપણા વિશે જો કોઈને કશુ કહીશ તો જાનથી મારી નાંખીશ. આ સમગ્ર કેફીયત સગીરાએ પોલીસને જણાવતાં પોલીસે યુવાન વિરુદ્ધ ગુનો પોસકો અને અપહરણની ફરિયાદ નોંધી કાર્યાવહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...