તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:એનીડેસ્ક ડાઉનલોડ કરાવી ગઠિયાએ છાત્રના ખાતામાંથી 16 હજાર ઉપાડ્યા

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સાઈબર સેલમાં ફરિયાદ આપતાં પૂરેપૂરા પૈસા પરત અપાવ્યા

વિદ્યાનગરમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતાં વિદ્યાર્થીને ગઠિયાએ તેના મોબાઈલમાં એનીડેસ્ક એપ્લીકેશન ડાઉનલોડ કરાવી વિદ્યાર્થીના ખાતામાંથી રૂપિયા 16 હજાર ઉપાડી લીધા હતા. જે અંગેની જાણ તેને થતાં જ તેણ આ મામલે આણંદ સાઈબર સેલનો સંપર્ક કર્યો હતો. સાઈબર સેલ દ્વારા તુરંત સ્ટોપ પેમેન્ટ કરાવી તેને પૂરેપૂરા પૈસા પરત અપાવ્યા હતા. વિદ્યાનગરની જીસીઈટી હોસ્ટેલમાં રહીને આયુષ વિપુલભાઈ પટેલ નામનો યુવક અભ્યાસ કરે છે. કોઈ ગઠિયાએ તેના મોબાઈલ ફોન પર ફોન કરી તેને વિશ્વાસમાં લઈ રીવોર્ડની લાલચ આપીને તેના મોબાઈલમાં એનીડેસ્ક નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી હતી.

દરમિયાન બીજી તરફ ગઠિયાએ જ તેના મોબાઈલથી વિદ્યાર્થીનો મોબાઈલ ઓપરેટ કરી તેના ખાતામાંથી રૂપિયા 16 હજાર ઉપાડી લીધા હતા. પૈસા ખાતામાંથી કપાયાનો મેસેજ આવતાં જ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું વિદ્યાર્થીને માલૂમ પડ્યું હતું. જેને પગલે તેણે તુરંત જ આણંદ સાઈબર સેલનો સંપર્ક કર્યો હતો. ટીમ દ્વારા કંપનીમાં તુરંત મેલ કરી, સ્ટોપ પેમેન્ટ કરાવી નાણાંકીય વ્યવહારને અટકાવી દેવામાં આવ્યો હતો. અને વિદ્યાર્થીને પૂરેપૂરા પૈસા પરત અપાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...