માંગ:તુલસી ગરનાળાથી ગામડી રોડ પર ખાડા ખોદ્યા બાદ માત્ર માટી પુરાણ

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોડની બિસમાર હાલતથી રોજ 3 હજાર વાહનચાલકોને આપદા
  • માર્ગ મકાન વિભાગ દ્વારા તાત્કાલિક નવીની કરણ કરાય તેવી માંગ

રાજય સરકાર દ્વારા વિકાસના નામે બણગા ફુંકાવામાં આવી રહ્યાં છે.ત્યારે આણંદ તુલસી ગરનાળાથી ગામડી તરફ જવાનો માર્ગ બિસ્માર હાલતમાં ફેરવાઇ ગયો છે. ત્યારે દિન પ્રતિદિન 3 હજારથી વધુ વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીઓનો ભોગબનવું પડે છે. માર્ગ મકાન વિભાગ દ્વારા વહેલી તકે માર્ગ નું નવીનીકરણ કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ તુલસી ગરનાળા થી ગામડી તરફ જવાનો માર્ગ ઉપર તંત્ર દ્વારા ગટર લાઇનની કામગીરી હાથધરવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. ત્યારે તંત્ર દ્વારા માટી પુરાણ કરીને સંતોષ માનવી લીધો છે. જો કે પી ડબલ્યુ ડી વિભાગ દ્વારા મરામતની કામગીરી હાથ ધરવામાં નહીં આવતાં માર્ગ બિસ્માર હાલતમાં ફેરવાઇ ગયો છે. જેના લીધે વાહનચાલકો અને રાહદારીઓને પારંવાર મુશ્કેલીઓનો ભોગ બનવું પડે છે. જો કે માર્ગ ડિસ્કો હાલતમાં ફેરવાઇ ગયો હોવાથી વાહનચાલકોને અન્ય માર્ગ પર ફોગટ ફેરો ફરવાની ફરજ પડે છે.

અન્ય સમાચારો પણ છે...