શ્રાવણમાં પણ સતત વરસાદ:આણંદમાં અષાઢ બાદ શ્રાવણમાં પણ વરસાદનું જોર યથાવત્, ડાંગર અને શાકભાજીનું વાવેતર વધ્યું

આણંદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમયસર અને માફકસરનો વરસાદ હોવાથી ખેડૂતો ખુશ

આણંદ જિલ્લામાં ગત વર્ષ કરતાં આ વરસે વરસાદની હેલી જોવા મળી રહી છે. અષાઢ મહિનામાં અનારાધાર વરસાદે ખેત અને ખેડૂતોને તરબદર કર્યા છે.હવે શ્રાવણની શરૂઆતમાં પણ વરસાદ ખેતીને લાભદાયક બની રહ્યો છે. સમયસર અને માફકસરનો વરસાદ હોવાથી ખેડૂતો પણ ખુશ છે અને ડાંગર સહિતના પાકની રોપણી કરવા લાગી ગયાં છે. જેના કારણે ગત વર્ષ કરતાં સાડા પાંચ હજાર હેક્ટરમાં વધુ વાવેતર થયું છે.

અષાઢ મહિનો અનારાધાર રહ્યો
આણંદ જિલ્લામાં અષાઢી બીજથી અમીછાંટણાથી શરૂ થયેલો વરસાદ અષાઢી અમાસ સુધી સતત ચાલુ રહ્યો છે. શ્રાવણની શરૂઆતમાં વરસાદી ગયા વરસે આ ગાળામાં પડેલા વરસાદ કરતાં આ વરસે બે ગણો વરસાદ પડ્યો છે. ગત અષાઢ મહિનો અનારાધાર રહ્યો છે અને વરસાદની હેલીથી શહેરી વિસ્તારો પણ જળબંબાકાર રહ્યા છે. તો ગ્રામ્ય વિસ્તારમાં પણ કાચા રસ્તા ધોવાઈ ગયા હોઈ નાગરિકોને પસાર થવું મુશ્કેલ બની ગયું છે. જોકે, આ સ્થિતિમાં પણ ખેડૂતોના ચહેરા પર ચમક જોવા મળી રહી છે. ખેતરમાં પાણીની ક્યારી ભરેલી હોવાથી સિંચાઇ વિભાગ પર નિર્ભર રહેવું પડ્યું નથી. તેમાંય ડાંગરનો પાક વરસાદના પાણીમાં સારો થતો હોવાથી ખેડૂતો આ વરસે વધુ ઉતારાની આશાએ ફટાફટ રોપણી કરવા લાગ્યાં છે. ગયા વરસે આ ગાળામાં થયેલી રોપણી કરતાં આ વરસે સાડા પાંચ હજાર હેક્ટરમાં વધુ રોપણી થઇ છે. તેમાંય માફકસર અને સમયસરના વરસાદના કારણે ડાંગર અને શાકભાજીનું વાવેતર વધ્યું છે. બીજા નંબરે ઘાસચારો, શાકભાજી અને બાજરીનો સમાવેશ થાય છે.

ક્યાં કેટલો વરસાદ

તાલુકોકુલ વરસાદસરેરાશ (ટકા)ગત વર્ષનો વરસાદ
ખંભાત53669.61375
તારાપુર58587.57308
બોરસદ73390.38367
આંકલાવ47758.89330
આણંદ73585.96602
ઉમરેઠ30245.97146
સોજિત્રા54474.73345
પેટલાદ63178399

ક્યા પાકનું કેટલું વાવેતર થયું

તાલુકોડાંગરબાજરીકપાસશાકભાજીઘાસચારો
આણંદ597123820534992441
આંકલાવ1163346824381784
બોરસદ1727651444616591933
ખંભાત19385156420175988
પેટલાદ11187102662503803
સોજિત્રા124151190142193
તારાપુર197965613094343
ઉમરેઠ6412169914101460
કુલ93,6053567103099209945

વરસાદ ડાંગર માટે ફાયદાકારક રહ્યો છે
આણંદ જિલ્લા ખેતીવાડી અધિકારી ચિંતન પટેલે જણાવ્યું હતું કે, આ વરસે માફકસરનો વરસાદ રહ્યો છે. જે ડાંગર માટે ફાયદાકારક છે. હાલ એક લાખ હેક્ટર સુધી વાવેતર થયું છે. ડાંગર માટે ચોમાસાનું પાણી લાભાકરક હોવાથી ખેડૂતો રોપણીના કામમાં લાગી ગયાં છે. હાલ સતત વરસાદથી ક્યારા વરસાદી પાણીથી ભરાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...