આણંદ કોરોના LIVE:જિલ્લામાં આજે કોરોનાના નવા 65 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 627 થયા

આણંદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આજે 176 નાગરિકોનું રસીકરણ કરાયું ,111 દર્દીઓ સાજા થઈ રજા લીધી

આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણ બેકાબુ રીતે વધી રહયુ છે.લગ્ન સમારંભો ,ડાયરા ,સામાજિક, રાજકીય અને સરકારી કાર્યક્રમોનો સતત વધતી જતી સંખ્યા કોરોના સંક્રમણને બળ પૂરું પાડી રહી હોય તેવું લાગી રહ્યુ છે.કોરોના સંક્રમણ નાગરિકોને સખ્ત રીતે ભરડે લઈ રહ્યો છે. આજે જિલ્લામાં કોરોના સંક્રમણ રોકેટગતિએ વધી રહ્યું છે.આજે નવા 65 કેસ નોંધાયા છે. આણંદ જિલ્લામાં નોંધાયેલા કોરોનાના એક્ટિવ કેસ 627 થયા છે. જોકે આણંદ જીલ્લામાં આજે વધુ ઓમિક્રોનના નવા શૂન્ય કેસ નોંધાયા છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની કોરોનાની સત્તાવાર યાદી જોતાં કોરોનાની રોકેટગતિએ વધતો નજરે ચઢી રહ્યો છે. આજે પણ નવા 645 કેસ નોંધાયા છે.કોરોના મજબૂતાઈથી 627 દર્દીને ભરડે લઈ બેઠો છે. દૈનિક સંક્રમિતોની વધતી સંખ્યા છતાં કોવિડ નિયમોને નકારતા લગ્ન સમારંભો અને સામાજિક પ્રસંગોમાં નાગરિકોની ગંભીર બેદરકારી દાખવી રહ્યા છે.જ્યારે રાજકીય પક્ષોના નેતાઓ અને આગેવાનો પણ ડાયરો અને જાહેર કાર્યક્રમો અને મીટીંગો યોજી બેજવાબદાર રીતે વર્તી રહ્યા હોઈ કોરોના ફૂલીફાલી રહ્યો છે.આજે ઉત્તરાયણનો તહેવાર પણ ખૂબ ઉલ્લાસપૂર્ણ રીતે ઉજવયો હતો.આ ઉમંગી માહોલમાં અનેક જગાએ કોવિડ ગાઈડલાઈનની અણદેખી થઈ હતી.

આજે રસીકરણ અભિયાનની ગતિ ધીમી હતી જે આજે સુધરી જણાઈ રહી છે. આજે રસીકરણનો કુલ આંકડો 176 રહ્યો હતો.કોરોનાનો ગ્રાફ ઉંચો જઈ રહ્યો છે જ્યારે રસીકરણનો આંક ધીમી ગતિએ નીચે ઉતરી રહ્યો છે.આરોગ્ય વિભાગ આ તરફ વધુ સક્રિય કામગીરી કરે તે જરૂરી બન્યું છે.

જિલ્લામાં અત્યાર સુધીના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો 10885 સુધી પહોંચ્યો છે. જેમાંથી અત્યાર સુધી 10208 ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે.આજે 111 દર્દીઓ સાજા થયેલ છે.2 દર્દી ઓક્સિજન ઉપર કોરોના સામે ઝઝૂમી રહ્યા છે.કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓનો અત્યાર સુધીનો મૃત્યુઆંક 50 નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...