મેઘમહેર:ચરોતરમાં 5 વર્ષ બાદ જુલાઇમાં મોસમનો 60.20% વરસાદ, ચરોતરમાં 1.75 લાખ હેક્ટરમાં વાવેતર

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડા જિલ્લામાં સૌથી વધુ નડિયાદમાં 92.81 અને સૌથી ઓછો ઠાસરામાં 24.30 ટકા વરસાદ વરસ્યો
  • આણંદ જિલ્લામાં સૌથી વધુ બોરસદમાં 89.80 અને સૌથી ઓછો ઉમરેઠ તાલુકામાં 43 .53 ટકા વરસાદ નોંધાયો છે

આણંદ ખેડા જિલ્લામાં ચોમાસુ સિઝનમાં છેલ્લા ત્રણ વર્ષથી સરેરાશ 108 ટકા વરસાદ વરસાદ વરસે છે.છેલ્લા પાંચ વર્ષના આંકડા પર નજર કરી તો જૂન ,જુલાઇમાં ઓછો વરસાદ નોંધાયા છે. પાંચ વર્ષમાં જુનઅને જુલાઇમાં સરેરાશ 33 ટકા વરસાદ નોંધતાો હતો. જેમાં પણ ત્રણ વર્ષો તો 20 ટકાથી ઓછો વરસાદ જુલાઇ સુધીમાં નોંધાયો હતો. જયારે ચરોતરમાં ઓગષ્ટમાં સૌથી વધુ વરસાદ 70 ટકા નોંધાતો હતો.પરંતુ ચાલુવર્ષે શરૂઆતથી ચોમાસુ જામ્યું હતું. જેમાં જુલાઇ માસમાં 28 દિવસમાંથી 22 દિવસ વરસાદી માહોલ રહ્યો હતો.

જેના પગલે ચરોતરમાં મોસમનો 66.70 ટકા વરસાદ વરસી ચુકયો છે.જેમાં ખેડામાં સૌથી વધુ નડિયાદ તાલુકામાં 92.81 અને સૌથી ઓછો ઠાસરા તાલુકામાં 24.30 ટકા વરસાદ વરસ્યો છે.જયારે આણંદ જિલ્લામાં સૌથી વધુ બોરસદમાં 89.80 અને સૌથી ઓછો ઉમરેઠ તાલુકામાં 43 .53 ટકા વરસાદ નોંધાયો છેચરોતર છેલ્લા ત્રણ વર્ષથી સિઝનનો 108 ટકાથી વધુ વરસાદ વરસી રહ્યો છે.જેમાં આણંદ જિલ્લામાં સરેરાશ વરસાદ કરતાં 15 ટકાવધુ વરસાદ વરસે છે. પરંતુ જૂન જુલાઇ સુધીમાં માત્ર 30 થી 33 ટકા વરસાદ ચરોતરમાં થાય છે.

જયારે ઓગષ્ટ મોસમનો 70 ટકા વરસાદ વરસતો હતો. છેલ્લા 5 વર્ષમાં નજર કરી તો જુલાઇ માસ સુધી સામાન્ય વરસાદ જોવા મળતો હતો. પરંત ુ ચાલુ વર્ષે જુલાઇ માસમાં સાર્વત્રિક મેધમહેર થતાં 66 ટકા થી વધુ વરસાદ વરસી ચૂકયો છે. જેને લઇને ચરોતરમાં ચોમાસુ પાકનું વાવેતર 1.75 લાખ હેકટરે પહોંચ્યું છે.જેમાં સૌથી વધુ 1.10 લાખ હેકટરમાં ડાંગરનું વાવેતર થયું છે. જેને લઇને ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે.

આગામી ત્રણ દિવસ છુટોછવાયો વરસાદ
આણંદ કૃષિ હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર લો પ્રેશર સીસ્ટમ નબળી પડી ગઇ છે. જેથી હવે મધ્યમ ગુજરાત સહિત ચરોતરમાં હળવા વાદળો ત્રણ દિવસ રહેશે. તેમજ કેટલાંક તાલુકામાં છુટછાવાયો વરસાદ વરસી શકે છે. મહતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે. જો કે ઓગસ્ટના બીજા સપ્તાહ સુધી વરસાદ નહીંવત રહેશે. ત્યારબાદ નવી સીસ્ટમ સક્રિય થતાં વરસાદનું જોર વધશે.

જુલાઇ માસ સુધીમાં વરસેલો વરસાદ

આણંદ જિલ્લો
તાલુકોટકાવારી
આણંદ84.14
આંકલાવ56.92
બોરસદ89.8
ખંભાત69.38
પેટલાદ76.49
સોજીત્રા73.5
તારાપુર87.59
ઉમરેઠ43.53
ખેડા જિલ્લો
તાલુકોટકાવારી
ગળતેશ્વર41.92
કપડવંજ53.52
કઠલાલ53.62
ખેડા53.81
મહેમદાવાદ83.16
મહુધા60.76
માતર66.32
નડિયાદ92.81
ઠાસરા34.3
વસો71.7
કુલ60.66
અન્ય સમાચારો પણ છે...