તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ON લાઈન શિક્ષણ OFF:349 દિવસ બાદ SP યુનિ.ના કેમ્પસ વિદ્યાર્થીઓથી ધમધમ્યા

આણંદ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પરંતુ પ્રત્યક્ષ શિક્ષણમાં પ્રોફેસરો સાથે સીધો સંવાદનો વિદ્યાર્થીઓનો શૂર
 • તમામ ફેકલ્ટીના વર્ગો શરૂઃ સોશિયલ ડિસ્ટનસિંગ સહિતની વ્યવસ્થા કરાઇ
 • વિદ્યાનગરની હોસ્ટેલો-પેઈંગ ગેસ્ટ મકાનો વિદ્યાર્થીઓ પુનઃ જોવા મળ્યા

વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટી, સી.વી.એમ યુનિવર્સિટી સહિતના તમામ કોલેજમાં સોમવારથી ઓફલાઇન શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે. પહેલા દિવસે મોટાભાગની કોલેજોમાં 60 ટકાથી વધુ વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી હતી. જો કે 349 દિવસ બાદ કોલેજોના કેમ્પસ ધમધમતા થયા છે.વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો. વિદ્યાર્થીઓ એક સૂર જણાવ્યું હતું કેમાત્ર ઓફ લાઇન શિક્ષણ દ્વારા જ સારૂ શિક્ષણ પ્રાપ્ત કરી શકાય છે. ઓનલાઇન શિક્ષણ ધણી મર્યાદાઓ જોવા મળી હતી જો કે પ્રત્યક્ષ શિક્ષણ દ્વારા શિક્ષકની સાથેનાસીધા સંપર્કને લીધે વિદ્યાર્થીઓ પોતાની અન્ય મુંઝવણનો પણ ઉકેલી શકાય શકે છે.

5 કિમી વિસ્તારમાં ફેલાયેલી વિદ્યાનગરની કોલેજોમાં સવારથી વિદ્યાર્થીઓ મોટીસંખ્યામાં ઉમટી પડયા હતા. જેના કારણે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યોહતો. અત્યાર સુધી વિદ્યાર્થીઓ વગર સુનકાર ભાષતું વિદ્યાનગર શહેરમાં આજે વહેલી સવારથી પુનઃ ધમધમતુ જોવા મળ્યું હતું.આર્ટસ,કોર્મસ અને સાયન્સ ફેકલટીના એફ.વાય,એસ.વાય અને ટી.વાયના ઓફલાઇન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.જેના પગલે વિદ્યાનગરમાં સોમવારે પ્રથમ વખત તમામ માર્ગો વિદ્યાર્થીઓથી ભરપૂર જોવા મળ્યા હતા.

વિદ્યાનગરની તમામ કોલેજોમાં સેમેસ્ટર 2 અન સેમેસ્ટર 6ના વર્ગો ઓફ લાઇન શરૂ થતાં પહેલા દિવસ મોટીસંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટી પડયા હતા.તમામ વર્ગોમાં સોશિયલ ડિસ્ટનસિંગ જળવાઇ રહે તેવી બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.તેમજ સેનેટાઇઝર મુકવામાં આવ્યા હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો