• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • After 30 Years, Sojitra Had To Go To Tarapur, Petlad And Mehlav As She Did Not Have Her First Cesarean, Gynecologist In CHC.

જનતામાં આનંદ:30 વર્ષ બાદ સોજીત્રા CHCમાં પ્રથમ સિઝેરીયન, ગાયનેક ન હોવાથી તારાપુર, પેટલાદ અને મહેળાવ સુધી લાંબા થવું પડતું હતું

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સોજીત્રા શહેરમાં વર્ષોથી સામુહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે. પરંતુ આ સરકારી દવાખાનામાં ગાયનેક ડોકટર ન હોવાથી ડિલીવરી સહિત મહિલાઓને લગતાં જટલી કેસો માટે તારાપુર,પેટલાદઅને મહેળાવ સરકારી દવાખાનામાં જવું પડતું હતું. મંગળવારે સોજીત્રાની ગર્ભવતી મહિલાને પીડા ઉપડતાં સીએચસી કેન્દ્રમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.પરંતુ તેની હાલત ગંભીર હોવાથી તારાપુર સરકારી દવાખાનામાં જાણ કરવામાં આવતાં તાત્કાલિક ગાયનેક ડો. સંજય ચૌહાણને મોકલી આપ્યા હતા.

ડોકટરે મહિલાનું સીઝર ઓપરેશન કરીને માતા અને બાળકની જીદંગી બચાવી હતી.આમ સોજીત્રા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ત્રણ દાયકા બાદ પ્રથમ વખત સીઝર ઓપરેશન થયું હતું જેના કારણે સ્થાનિકોમાં આનંદવ્યાપી ગયો હતો. સોજીત્રા ગામે રહેતા રાધિકાબેન સંદીપભાઇ તળપદાને ડિલીવરીની પીડા ઉપડતાં મંગળવારના રોજ સોજીત્રા સીએચસી કેન્દ્રમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.પરંતુ ગાયનેક ડોકટર ન હોવાથી તાત્કાલિક તારાપુર સરકારી દવાખાનામાં જાણ કરાઇ હતી.

જેથી તાત્કાલિક ગાયનેક ડોકટર સંજયભાઇ ચૌહાણને સીએચસી કેન્દ્રમાં મોકલી આપ્યા હતા.તેઓએ મહિલાનું સફળતાપૂર્વક સિઝર ઓપરેશન કર્યુ હતું. જેથી પરિવારમાં આનંદ છવાઇ ગયો હતો.સોજીત્રા સીએચસીમાં દાયકાબાદ પ્રથમ વખત સીઝર ઓપેરશન થયું છે.હવે ગાયનેક ડોકટર મુકવામાં આવ્યા હોવાથી જનતામાં આનંદ વ્યાપી ગયો છે.

સોજીત્રા સીએચસીમાં મહિલાઓને લગતાં દર્દોની સારવાર મળશે
સોજીત્રા સામુહિક કેન્દ્રમાં વર્ષો બાદ ગાયનેક ડોકટર મુકવામાં આવ્યાં છે.જેથી ડિલીવરી, સિઝર, ગર્ભને લગતાં તમામ ઓપરેશન થઇ શકશે તેમજ તેને લગતી તમામ સારવાર ઉપલબ્ધ રહેશે. જેનો ફાયદો તાલુકના32 ગામોની જનતાને મળશે. - ડો સંજયભાઇ ચૌહાણ, ગાયનેક ડોકટર, સીએચસી, સોજીત્રા

અન્ય સમાચારો પણ છે...