• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • After 25 Years Of Marriage In Anand, The Father Of Three Children Was Saved By 181, Who Was In Love With His Wife, And Who Was Going To Commit Suicide.

પતિ-પત્ની ઔર વો:આણંદમાં લગ્નના 25 વર્ષ બાદ ત્રણ સંતાનનો પિતા પરસ્ત્રીના પ્રેમ ગળાડૂબ,તિરસ્કૃત પત્નિ આત્મહત્યા કરવા નીકળતા 181એ બચાવી

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

આણંદમાં ત્રણ સંતાનોના પિતાને ગામની જ એક પરિણીતા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.જેની જાણ પત્નિને થતા ઘરકંકાસ શરૂ થયો હતો.વાતનું વતેસર ન થાય તે માટે પતિએ માફી માંગી વાત આટોપી લીધી અને ઘરસંસાર રાબેતા મુજબ ચાલતો હતો. આ સમયે અચાનક પત્નિને ફરી જાણ થઈ કે તેનો પતિ હજુ પણ અન્ય સ્ત્રીના પ્રેમસંબંધમાં લટ્ટુ છે ની જાણ થતાં તેને વિશ્વાસઘાતની લાગણીઓ ઘેરી વળી અને મનમાં અતિશય કડવાશ ભરાઈ હોઈ તે વહેલી સવારથી જ ઘર છોડી આત્મહત્યા કરવા ચાલી નીકળી.આ અંગે પરિવારજનોને જાણ થતાં શોધખોળ શરૂ કરી હતી. બીજી તરફ એક રાહદારીના ધ્યાને પરિણીતા આવી જતાં તેણે અભયમને જાણ કરી હતી. જેથી ટીમ સ્થળ પર પહોંચી હતી અને પરિણીતાને તેના ઘરે હેમખેમ પહોંચાડી હતી.

લગ્નેતર સંબંધોના કારણે પરિવારમાં તોફાન મચ્યું
આડા સંબંધોને કારણે જેનો કોઈ જ વાંક નથી તેને નુકસાન થાય છે.લગ્નેતર સંબંધોને કારણે પતિ- પત્નિ વચ્ચે પરસ્પર લાગણીઓ દુભાય છે અને પરિવાર ઉપર પણ સામાજિક અને માનસિક ગંભીર અસર પડે છે.આણંદના એક દંપતીને લગ્ન કરે 25 વર્ષ થયાં હતાં.ઘરસંસાર સુખમય ચાલતો હતો વળી આ સમય દરમ્યાન તેઓ ત્રણ સંતાન થયા જેમાં એક દીકરીના લગ્ન પણ થઈ ગયા છે.

ભૂતકાળમાં પતિના આડાસંબંધનો ભાંડો ફૂટતા માફી માગી લીધી હતી
લગ્નની સિલ્વર જ્યુબિલી વર્ષમાં પતિનો પરસ્ત્રી સાથે ના સંબંધનો ભાંડો ફૂટતા ઘરસંસારમાં આગ ભડકી હતી.પત્નિ પતિના પરસ્ત્રીના મોહપાશમાં અંધ બની ઐયાશી કરતો હોવાની જાણ પત્નિને થતા ઘરમાં મોટી તકરાર થઈ હતી.પરિવારજનોએ ભેગા થઈ બન્ને ને સાંત્વના આપી દામ્પત્યના આટલા સુખી વર્ષોને યાદ કરી આ ભૂલને માફ કરવા પત્નિને સમજાવી હતી.વળી પતિને ઠપકો આપી આવું ઘરની આબરૂને બજારુ બનાવતી પ્રવૃત્તિથી દુર રહેવા કડકાઈ સાથે સમજાવ્યો હતો.જે કારણે પતિએ પત્નિ અને પરિવારજનો સામે માફી માંગી ફરી આ સંબંધ બાબતે કોઈ ફરિયાદ નહિ આવે અને તે આ લગ્નેતર સંબંધનો આજથી જ પૂર્ણવિરામ મૂકે છે તેવી બાંહેધરી આપી હતી.મામલો અહીં શાંત થયો અને ઘર-પરિવાર અને દંપતીનો વ્યવહાર રાબેતા મુજબ શરૂ થઇ ગયો હતો.

પતિ-પત્ની વચ્ચે અંતર વધતું ગયું
મહત્વનું છે એ ઘટનાને જૂજ દિવસો જ વીત્યા હતા ત્યાં પતિનો વ્યવહાર અચાનક બદલાયેલ અને વિચિત્ર બન્યો હતો.પત્નિને પણ પતિનો આ અજુગતો વ્યવહાર મનમાં ખૂંચતો હતો.તે જૂની વાતો ભૂલીને પતિ સાથે સામાન્ય વ્યવહાર ઈચ્છતી હતી.પરંતુ પતિ ક્યારેક ગુમસુમ તો ક્યારે અકડાયેલ રહેતો હતો.દામ્પત્ય જીવનમાં ઓછપ આવી હોવાનું મહેસુસ થતું હતું.પતિનું ધ્યાન ઘરમાં ઓછું અને બહાર વધુ રહેતું હતું.પત્નિને આ બાબતે કંઈક ગરબડ જણાતા તેણીએ હિંમત કરી આ બાબતે પતિ ને પૂછતાં પતિએ યોગ્ય જવાબ આપવાને બદલે તે એકદમ ભડકી ઉઠ્યો હતો અને જેમતેમ ગાળો બોલી મોટો ઝગડો કર્યો હતો.

પતિના પરસ્ત્રી સાથેના સંબંધો અને પોતાની સાથેનો અશોભનીય દુર્વ્યવહારને લઈ પત્નિનું મન ડોહળાઈ ગયું મનમાં ભરેલી કડવાશ અને હતાશા બહાર આવી ગઈ તેણીએ જીવન ટૂંકાવવાનું નક્કી કરી લીધું હતું.વહેલી સવારથી જ ઘરથી ચાલી નીકળી હતી.ઘરમાં પરિણીતાને ન જોતા પરિવારજનો અને સંતાનો ચિંતિત બન્યા હતા.તમામ પરિણીતાને શોધવા નીકળ્યા હતા.

​​​​​​​બીજી તરફ ઘરે થી આત્મહત્યાનું મન બનાવી નીકળેલ પરિણીતાને ગામમાં જ પરિચીત રાહદારી ભટકાઈ ગયો હતો.પરિણીતાનો ચહેરો અને હાવભાવ જોઈ તે પામી ગયો હતો કે ઘરમાં કાંઈક મોટો ખટરાગ થયો છે.રાહદારીએ બુદ્ધિ અને ચીવટ પૂર્વક તેણીને પરિવાર અને પતિ અંગેના ખબરઅંતર પૂછતાં જ જીવનથી હતાશ પરિણીતા ભારોભાર રડી પડી હતી.જોકે રાહદારીએ સાંત્વના આપી 181 અભયમને જાણ કરતા અભયમની ટીમ ગામે પહોંચી.પરિણીતા અને પતિને સાથોસાથ બેસાડી પતિને કાયદાકીય સમજ આપી હતી.તેમજ આ પ્રકારની પ્રવૃતિથી સામાજિક આબરૂ જતી હોઈ તે સંતાનો,પરિવાર, વેવિશાળ સહિત તમામના મન ઉપર માનસિક ગંભીર અને શરમજનક અસર ઉભી કરે છે તે વિશે પણ વિસ્તારપૂર્વક સમજ પણ આપી હતી.જે કારણે પીડિત પરિણીતા હેમખેમ ઘરે પરત આવતા સંતાનો અને પરિવારજનોના ચેહેરે ખુશીઓ વ્યાપી હતી તેઓએ 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...