વાતાવરણ:ચરોતર પંથકમાં 14 દિવસ બાદ લઘુત્તમ તાપમાન16 ડિગ્રી નીચે ગયું, ઠંડીનો દોર શરૂ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી ત્રણ દિવસમાં તાપમાન બે થી ત્રણ ડિગ્રી નીચું જવાની સંભાવના

ચરોતરમાં ચાલુ વર્ષે ઠંડીનું જોર ઓછંુ જોવા મળ્યું છે. સતત બે સપ્તાહ સુધી લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી ઉચ્ચું નોંધાયું હતું. ડિસેમ્બર માસમાં માત્ર એક વખતે તાપમાન 15.05 ડિગ્રી નોંધાયું હતું. ગુરૂવારે પુનઃ લઘુત્તમ તાપમાન 15.05 ડિગ્રી અટકયું છે.જેના કારણે દિવસ દરમિયાન સામાન્ય ઠંડીનો અનુભવ વર્તાતો હતો. જો કે આગામી દિવસોમાં તાપમાન હજુ પણ નીચે જવાની સંભાવના છે. આણંદ કૃષિ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઇશાની સુકા પવનો શરૂ થતાં હવે ઠંડીનો દોર શરૂ થયો છે.

આગામી બે ત્રણ દિવસમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. જેને લઇને લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ નોંધાવવાની સંભાવના છે. જયારે મહત્તમ તાપમાન 20 ડિગ્રી આસપાસ રહેશે. આગામી એક સપ્તાહમાં કાંતિલ ઠંડીનો દોર શરૂ થશે પછી ઠંડી વધવાના એંધાણ છે. ઠંડી શરૂ થતાં બટાકા સહિતના પાકને ફાયદો થશે. તેમજ ઠંડી વધતા બાગાયતી પાકોમાં પણ ઉતારો વધશે અેમ કૃષિ નિષ્ણાંતોનું માનવું છે.

અન્ય સમાચારો પણ છે...