ભાસ્કર વિશેષ:આણંદ જિલ્લામાં RTEના બીજા રાઉન્ડમાં બાકી રહેલી 240 બેઠકમાંથી કુલ 161 વિદ્યાર્થીને પ્રવેશ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખોટા પુરવા રજુ કરાતાં 4 અરજી રિજેક્ટ : 75 અરજી પેન્ડીંગ રાખવામાં આવી

આણંદ જિલ્લામાં રાઇટટુ એજયુકેશન એકટ અંતર્ગત ધો. 1માં ગરીબ બાળકોને પ્રવેશ આપવાની કાર્યવાહી શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે બીજા રાઉન્ડમાં 240 બેઠકોમાં કુલ 161 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. પરંતુ વિવિધ કારણોસર 75 અરજીઓ પેન્ડીંગ રાખવામાં આવ્યાં છે. અને ખોટા પુરવા રજુ કરવામાં આવતાં 4 અરજીઓને રીઝેકટ કરવામાં આવતાં શિક્ષણ આલમમાં ખડભડાટ મચી ગયો છે. જો કે 12 એડમીશન મોભી પરિવાર સહિત બોગસ પુરાવા રજુ કરવામાં આવ્યો હોવાની બાબતે અરજદારોએ લેખિત ફરિયાદ કરાતા આણંદ શિક્ષણ વિભાગે જે તે શાળાઓને તપાસના આદેશ કર્યા છે.

આ અંગેના શિક્ષણાધિકારી નવોદીતા ચૌધરી હાજર થયા બાદ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.તેમ આધારભૂત શિક્ષણ વિભાગના સૂુત્રોએ જણાવ્યું હતું.પ્રાપ્ત માહિતી મુજબ આણંદ જિલ્લામાં આરટીઇ એકટ હેઠળ પ્રથમ રાઉન્ડમાં કુલ 1501 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.આથી, જીલ્લામાં બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી.

જેમાં આણંદ જિલ્લામાં બીજા રાઉન્ડમા કુલ 240 બેઠકો પર પ્રવેશ આપવાની કાર્યવાહી હાથધરવામાં આવી હતી. જેમાં કુલ 161 વિદ્યાર્થીઓને એડમીશન આપવામાં આવ્યા છે. આમ આણંદ શહેર સહિત જિલ્લામાં બે રાઉન્ડમાં કુલ 1749 બેઠકો ફાળવવામાં આવતાં 1741 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે.જેમાં બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ માટે હજુ વાટ જોવી પડશે.

અન્ય સમાચારો પણ છે...