• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Admission Process Will Start From 19th At Graduation Level In SP Uni., Registration Can Be Done By Hitting Misscall On Mobile.

રજિસ્ટ્રેશન:SP યુનિ.માં સ્નાતક કક્ષાએ 19મીથી પ્રવેશ પ્રક્રિયા શરૂ, મોબાઈલ પર મિસકોલ મારીને રજિસ્ટ્રેશન કરી શકાશે

આણંદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાયન્સમાં નીચા પરિણામને પગલે ચાલુ વર્ષે એક જ રાઉન્ડમાં પ્રવેશ રાખવામાં આવશે

ધોરણ 12 સાયન્સમાં ગુરૂવારે પરિણામ જાહેર થયા બાદ હવે વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાએ આગામી 19મીથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ચાલુ વર્ષે પણ સેન્ટ્રલાઈઝ્ડ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં યુનિવર્સિટી દ્વારા પ્રથમ વખત મોબાઈલ પર ઘેરબેઠાં વિદ્યાર્થી યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલા મોબાઈલ નંબર પર મિસ કોલ મારીને પ્રવેશ માટેનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. હાલમાં સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની પ્રથમ વ્યવસ્થા કરાઈ હશે, એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.

આ અંગે વાત કરતાં યુનિવર્સિટીના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર નિરંજનભાઈ પટેલે જણાવ્યું હતું કે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જોકે, ચાલુ વર્ષે ધાર્યા કરતાં પરિણામ નીચું આવ્યું છે. જોકે, કોઈ વિદ્યાર્થી કોલેજ પ્રવેશથી વંચિત ન રહે તે હેતુસર અત્યાર સુધી બે રાઉન્ડમાં પ્રવેશ આપવાની પ્રક્રિયા હાથ ધરાતી હતી, તેને બદલે હવે એક જ રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવશે. ત્યાર બાદ ઓપન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. જેથી કોઈ પણ વિદ્યાર્થી સરળતાથી પ્રવેશ મેળવી શકે. આ ઉપરાંત બે દિવસ અગાઉ જ એક ડેમો પણ યુનિવર્સિટી દ્વારા કરાયો છે.

જેમાં યુનિવર્સિટી દ્વારા એક મોબાઈલ નંબર લોન્ચ કરાશે. આ નંબર પર વિદ્યાર્થી મિસકોલ કરશે, એટલે તેનું રજિસ્ટ્રેશન પણ ઓનલાઈન થઈ જશે. વિદ્યાર્થી ઘેરબેઠાં જ ફોર્મ ભરી શકશે અને તેની પસંદગીની કોલેજમાં તે પ્રવેશ મેળવી શકશે. ડિજીટલ યુગમાં વિદ્યાર્થીને જે તે કોલેજ સુધી લાંબા ન થવું પડે તે હેતુસર આ પ્રકારની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે, બીજી તરફ એકેડેમિક વર્ષ 2014થી યુનિવર્સિટી મેનેજમેન્ટ સીસ્ટમ અંતર્ગત જે વિદ્યાર્થીઓએ એનરોલમેન્ટ કરાવ્યું હોય તેવા વિદ્યાર્થીઓની જૂન-જુલાઈમાં ઓન ડિમાન્ડ પરીક્ષા હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...