રાજયની 76 નગર પાલિકાઓ પૈકી 68 નગર પાલિકાઓની મુદત ફેબ્રુઆરી મહીનામાં પુર્ણ થઈ ગઈ હતી.ત્યારે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે જુદા જુદા વિભાગના અધિકારીઓની વહીવટદાર તરીકે નિમણૂંક કરવાનો આદેશ કર્યો છે.જેના ભાગરૂપે આણંદ-ખેડા જીલ્લાની 8 નગર પાલિકાઓમાં આજથી વહીવટદારનું સાશન અમલમાં મુકાશે.ચુંટણીઓ ન થાય ત્યાં સુધી વહીવટદાર ફરજ બજાવશે.
પ઼ાપ્ત વિગત મુજબ આણંદ ખેડા જીલ્લાની જુદી જુદી નગર પાલિકાઓમાં ફેબુઆરી મહીનામાં પાંચ વર્ષનો સમયગાળો પુર્ણ થઈ ગયો હતો. ત્યારે રિપોર્ટ મોકલવામાં આવતા રાજયના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે વહીવટદાર નિમણૂંકની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.બીજી યાદી ટુંક સમયમાં જાહેર કરે તેવા એંધાણ વાર્તાઈ રહ્યા છે.જે મુજબ પ્રથમ યાદી જાહેર કરવામાં આવેલ મુજબ 8 નગર પાલિકામાં વહીવટદારોની નિમણૂંક કરવામાં અાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.