કાર્યવાહી:જોળ સ્કૂલમાં મેનુ બહારનો નાસ્તો આપનાર સંચાલક અંતે બરતરફ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાપડીના લોટમાં મરચુ વધારે નાખતા ફૂડ પોઇઝનિંગ થયું હતું
  • મધ્યાહન ભોજનની જવાબદારી મઢુપુરા શાળાને સોંપવામાં આવી

જોળ પ્રાથમિક શાળામાં પાપડીનો લોટ આરોગ્યા પછી 53 બાળકોની તબિયત લથડતાં શાળાના શિક્ષકો સહિત સૌ કોઇ ચિંતામાં મુકાઇ ગયા હતા. જેમાં મેનુ મુજબ ભોજન ના બનાવતા સંચાલકને એક માસ સુધી બરતરફ કરવા મ. ભો યો. મામલતદાર દ્વારા હુકમ કર્યો છે. બાકરોલની ટીમો શાળામાં દોડી ગઇ હતી. તાત્કાલિક 53 બાળકોને તપાસ્યા હતાં. જેમાં 25 બાળકોને એસીડીટી અને પેટનો દુઃખાવો જણાઇ આવ્યો હતો. જેથી બાળકોને જરૂરી દવાઓ આપવામાં આવી હતી.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે પાપડીના લોટના નમુના લઇને તપાસ માટે લેબમાં મોકલી આપ્યા હતા. આણંદ મ.ભો. યો.કચેરીના સૂત્રોનાં જણાવ્યા મુજબ મેનુ મુજબ ભોજન ના બનાવવા મુદ્દે સંચાલક ને 1 થી 31 જાન્યુઆરી સુધી બરતરફ કરવામાં આવ્યા છે. એક માસ માટે મધ્યાહન ભોજનની વ્યવસ્થા મઢુપુરા પ્રા.શા.ને જવાબદારી આપવામાં આવી છે .જોકે આ ઘટનામાં સંચાલકની સાથે મુખ્ય શિક્ષક તરફથી યોગ્ય તકેદારી રાખવામાં વેઠ ઉતારવામાં આવી હોવા છતાં તેઓ સામે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...