બોરસદ તાલુકાની 16 પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્રોમાં સંચાલક-કમ-કુકની ભરતી કરવામાં આવશે. જેમાં રસ ધરાવતા સ્થાનિક ઉમેદવારોએ 21મી સુધી અરજી કરવાની રહેશે. આ ભરતીમાં વયમર્યાદા 20થી 60 વર્ષની રાખવામાં આવી છે. આ ઉપરાંત ઉમેદવાર એસ.એસ.સી. કે તેથી વધુ ભણેલ હોય તેવી વ્યકિતની પસંદગી કરવામાં આવશે. પરંતુ જો બે પ્રયત્નો બાદ પણ આવી વ્યક્તિ ગામમાંથી નહીં મળે તો સાતમું (7) ધોરણ પાસ કરનાર વ્યક્તિને નિમણૂંક આપવામાં આવશે.
આણંદ જિલ્લાના બોરસદ તાલુકાની 16 પ્રાથમિક શાળાઓના મધ્યાન ભોજન યોજના કેન્દ્રોમાં આગામી શૈક્ષણિક વર્ષ 2022-23ના પ્રથમ અને બીજા સત્ર માટે મધ્યાહન ભોજન યોજના સંચાલક-કમ-કુકની ખાલી પડેલ જગ્યાઓ માટે 1600ના ઉચ્ચક માસિક વેતન જગ્યાઓ ઉપર નિમણુંક આપવા માટે સ્થાનિક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં બોરસદ તાલુકાની 16 પ્રાથમિક શાળાઓમાં તાલુકાના રાવપુરા તાબે ઝારોલા, રણોલી, જંત્રાલ, લક્ષ્મીપુરા તાબે કાંઘરોટી, પઢિયારપુરા તાબે કણભા, કૃષ્ણાપુરા તાબે વાલવોડ, હરખાપુરા, કસુંબાડ, નામણ, વાડિયાપુરા તાબે નામણ, નાપ કુમાર શાળા તાબે નાપા તળપદ, મુખ્ય કન્યા શાળા તાબે બોરસદ, નાવડ સીમ તાબે બોરસદ, મીરકુવા તાબે નાપાવાંટા, બાલશાળા તાબે બોચાસણ અને સેવા વિદ્યાલય તાબે બોચાસણનો સમાવેશ થાય છે. સરકારના પ્રવર્તમાન નિયમાનુસાર અનુસૂચિત જાતિ,અનુસૂચિત જનજાતિ,આર્થિક રીતે પછાત વર્ગ, સામાન્ય વર્ગ, વિધવા, ત્યકતા તેમજ નિરાધાર ગ્રામીણ,સ્થાનિક મહિલાને નિમણૂંકમાં અગ્રતા આપવામાં આવશે. ઉમેદવારી કરવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારોએ 21મીમે સુધીમાં મામલતદાર કચેરી, બોરસદને કચેરી સમય પૂરો થતાં સુધી મળી જાય તે રીતે મોકલી આપવા બોરસદના મામલતદારએ જણાવ્યું છે.
ભરતી માટે શું લાયકાત રાખવામાં આવી છે ?
ઉમેદવારની 21મેના રોજ લઘુત્તમ વયમર્યાદા એટલે કે 20 વર્ષથી ઓછી અને મહત્તમ વયમર્યાદા એટલે કે 60 વર્ષથી વધુ હોવી જોઇશે નહીં, ઉમેદવાર એસ.એસ.સી. કે તેથી વધુ ભણેલ હોય તેવી વ્યક્તિની પસંદગી કરવામાં આવશે. પરંતુ જો બે પ્રયત્નો બાદ પણ આવી વ્યક્તિ ગામમાંથી નહીં મળે તો સાતમું (7) ધોરણ પાસ કરનાર વ્યક્તિને નિમણૂંક આપવામાં આવશે. ઉમેદવારોએ બોરસદ મામલતદાર કચેરી ખાતેથી અરજીનો નમૂનો તથા વધુ વિગતો બોરસદ મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન શાખાનો કામકાજના સમય દિવસો દરમિયાન સંપર્ક કરવાથી મેળવી શકશે. ઉમેદવારોએ મામલતદાર કચેરી, બોરસદ ખાતેથી મેળવેલ નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.