સંશોધન:ઓનલાઈન શોપિંગની લત છોકરાઓ કરતાં છોકરીઓમાં વધુ

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સરદાર પટેલ યુનિવર્સિટીના સાઈકોલૉજિના વિદ્યાર્થીએ કરેલા સરવેમાં ચોંકાવનારા તારણો બહાર આવ્યાં

ઈન્ટરનેટની દુનિયામાં હવે આંગણીના ટેરવે તમે ઈચ્છો તે વસ્તુઓ ઘેરબેઠાં મેળવી શકો છો. મોટાભાગના લોકો હવે મોબાઈલ, લેપટોપ, ટેબ્લેટનો ઉપયોગ કરી અલગ-અલગ વેબસાઈટ-એપ પરથી વસ્તુઓ મંગાવતા હોય છે. જોકે, સમયનો બચાવ, ડિસ્કાઉન્ટ, ફ્રી ડિલીવરી સહિત તેમાં ફાયદાઓ અનેક છે, પણ અવાર-નવાર ઓનલાઈન ખરીદી કરવી એ હવે એક લત ગણાવવા લાગી છે. અલબત્ત, સરદાર પટેલ યુનિવર્સિટીના સાઈકોલૉજિ ડિપાર્ટમેન્ટના પીએચડીના વિદ્યાર્થી શરદ જાનીએ આણંદ અને વિદ્યાનગરની વિવિધ કોલેજ અને ડિપાર્ટમેન્ટના 1500થી વધુ વિદ્યાર્થીઓ પર આ પ્રકારનું સંશોધન સર્વે હાથ ધર્યો હતો.

જેમાં શોપિંગ ઉપરાંત, જીવનશૈલી અને સોશ્યો-ઈકોનોમિક સ્ટેટસનો સમાવેશ કરવામાં આવ્યો છે. સર્વેમાં ચોંકાવનરા કહી શકાય તેવા તારણો બહાર આવ્યા છે. પીએચડીના છાત્રે 1500 પૈકી 720 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ પર અભ્યાસ વિશેષ અભ્યાસ કર્યો જેમાં એવું બહાર આવ્યું છે કે, છોકરાંઓ કરતાં છોકરીઓ વધુ ઓનલાઈન શોપિંગ કરતી હોય છે.

અવાર-નવાર તેણી ઓનલાઈન વેબસાઈટ અને એપની મુલાકાત લેતી હોય છે. છોકરીઓનું પ્રમાણ વધુ હોવા પાછળનું પણ એક કારણ એવું છે કે, તેઓ પોતાના ખાવા-પીવામાં, કપડાં બાબતે, રહેણીકરણી બાબતે વધુ જાગ્રુત હોય છે. અને તેને કારણે તેઓ વધુ ખરીદી કરતાં હોય છે. જોકે, ઓનલાઈન શોપિંગમાં સામાન્ય રીતે ન ખરીદવાની વસ્તુઓ પણ તેમના દ્વારા વધુ વખત લેવાઈ જતી હોવાનું પણ સર્વેમાં બહાર આવ્યું છે.

ભારતમાં હજુ લત નથી, વિદેશમાં તો સલાહકાર નીમે છે
આમ જોવા જઈએ તો ભારતમાં હજુ તેને એડિક્શન ગણવામાં આવતું નથી. પરંતુ વિદેશમાં જો કોઈ અવાર-નવાર વધુને વધુ ખરીદી કરતાં હોય તો તે સંજોગોમાં તેને લત ગણવામાં આવે છે. જે રીતે ભારતમાં તમાકુ કે પછી મોબાઈલનું વળગણ હોય અને તે છોડાવવા માટે સાઈકોલોજિસ્ટ કે પછી સલાહકાર નિમવામાં આવે છે તે જ રીતે વિદેશમાં વધુ ને વધુ ખરીદી કરતાં લોકોને ટેવ ભૂલાડવા માટે સલાહકાર નીમી તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. - શરદ જાની, વિદ્યાર્થી, પીએચડી.

કેવા-કેવાં તારણો કાઢવામાં આવ્યાં
મૂડના આધારે પણ લોકો ખરીદી કરતા હોય છે, ખાસ તો ગુસ્સામાં હોય ત્યારે વધુ ખરીદી કરતાં હોય છે., સ્નાતક કરતાં અનુસ્નાતકના વિદ્યાર્થીઓ ઓછી ખરીદી કરે છે અને તેનું કારણ એ છે કે, અનુસ્નાતકના વિદ્યાર્થીઓ પૈસા સમજદારીપૂર્વક ખર્ચ કરતા હોય છે., ઘરે રહેતાં લોકો કરતાં હોસ્ટેલમાં રહેતાં લોકોમાં શોપિંગ એડિક્શન વધુ હોય છે કેમ કે ઘરેથી અવાર-નવાર તેઓ પોતાની જરૂરીયાત પ્રમાણે પૈસા માંગતા હોય છે., આર્ટસ, કોમર્સ કરતાં સાયન્સના વિદ્યાર્થીઓ વધુ ખરીદી કરે છે., ફીઝીકલી શોપિંગની વાત આવે ત્યારે વિન્ડો શોપિંગમાં અનેક લોકો વધુ ઈન્ટરેસ્ટેડ હોય છે., ફીઝીકલી શોપિંગમાં ખાસ પ્રોગ્રામ હોય, નાના-નાના તહેવારો પરની ખરીદી અને બહારગામ જવાનું હોય તો પણ ખરીદી કરી લેતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...