તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:અડાસ ગ્રામ પંચાયતે બપોરે 2 પછી લોકડાઉનનો આદેશ કર્યો

આણંદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે

અડાસ ગ઼ામ પંચાયત દ્વારા કોરોનાના સંક઼મણને અટકાવવાના ભાગરૂપે સોમવારથી બપોરના 2 કલાક પછી સ્વૈચ્છાએ લોકડાઉન અંતર્ગત નાની મોટી 60 ઉપરાંત દુકાનદારોએ બંધ પાળીને પંચાયતની અપીલને સમર્થન આપ્યું હતુ.

કોરોના વાયરસે કહેર મચાવી દીધી છે. ત્યારે કોરોનાના સંક઼મણને અટકાવવાના ભાગરૂપે અડાસ ગ઼ામ પંચાયત બજારો,દુકાનો સ્વૈચ્છાએ તા.2 થી 7મી મે સુધી બપીરના 2 કલાક બાદ બંધ રાખવા અપીલ કરાઈ હતી.આથી જનહિતમાં અડાસ ગામની દુકાનો બંધ રાખી પંચાયતની અપીલને હાથોહાથ ઝીલી 60 ઉપરાંત દુકાનદારોએ સાથ આપ્યો હતો.

અડાસ ગ઼ામ પંચાયત દ્વારા કોરોનાના સંક઼મણને અટકાવવાના ભાગરૂપે સૌ પ્રથમ ફરજીયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ રાખવુ બિનજરૂરી કામ સિવાય કોઈપણ વ્યક્તિએ બહાર નિકળવું નહીં તેમજ લગ્ન પ્રસંગની ડીઝીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન નોંધાણી કરાવવાની રહેશે તેમ જણાવાયુ હતુ.જો કે અડાસ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ જળવાઈ રહે તે માટે પંચાયત દ્વારા લેખિતમાં વાસદ પોલિસ, આણંદ ગ઼ામ્ય મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી આણંદને જાણ કરવામાં આવી હતી.અડાસ ગ઼ામ પંચાયતની અપીલનો અનાદર કરી ભંગ કરવામાં આવશે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો