તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વિદેશી દારૂની 2 બોટલો સાથે એક્ટીવા ચાલક ઝડપાયો

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંકલાવના આસોદર ચોકડી પાસેનો બનાવ

આંકલાવ તાલુકાના આસોદર ચોકડી પાસેથી આંકલાવ પોલીસે મળેલી બાતમીના આધારે વિદેશી દારુની બે બોટલો સાથે સ્કુટર ચાલકને ઝડપ્યો હતો.

મળતી વિગતો અનુસાર આંકલાવ પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે આસોદર ચોકડી પાસે એક શખ્સ સ્કુટર લઈને આવતા જે પોલીસને જાેઈને સ્કુટર પાછુ વાળી ભાગવા જતા પોલીસને તેની પર શંકા જતા પોલીસે તેને રોકી તેની પુછપરછ કરતા તેને પોતાની ઓળખ હિતેશભાઈ ઉર્ફે લાલો ઉર્ફે લંબુ કાશીભાઈ પટેલ રહે. આસોદર જલારામ મંદિર પાસે તરીકે આપી હતી.

પોલીસે સ્કુટરની ડીકી ખોલી તલાસી લેતા તેમાંથી વિદેશી દારુની બે બોટલો કિંરૂા. 1000 ની મળી આવતા પોલીસે વિદેશી દારુની બોટલો, 2 હજાર રોકડા, મોબાઈલ ફોન અને સ્કુટર સાથે 28 હજારનો માલ કબ્જે કરી આંકલાવ પોલીસ મથકે હિતેશભાઈ ઉર્ફે લાલો ઉર્ફે લંબુ કાશીભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...