હિટ એન્ડ રન મામલે કાર્યવાહી:ઉમરેઠમાં એક્ટિવા ચાલકને કચડી નાખનાર કાર ચાલકની CCTVના આધારે ધરપકડ

આણંદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક સપ્તાહ પહેલા અકસ્માત સર્જી કારચાલક ફરાર થયો હતો

ઉમરેઠના ભાટપુર ખાતે રહેતા વ્યક્તિના એક્ટિવાને અજાણી કારે ટક્કર મારતાં મોત નિપજ્યું હતું. સપ્તાહ પહેલા બનેલા આ બનાવ બાદ કાર ચાલક ફરાર થઇ ગયો હતો. જેને પોલીસે સીસીટીવી ફુટેજ આધારે પકડી કાર્યવાહી હાથ ધરી છે.

ઉમરેઠના ભાટપુરા ખાતે રહેતા સુરેશભાઈ ભીખાભાઈ વાળંદ 7મી ફેબ્રુઆરીના રોજ એક્ટીવા લઇને જતા હતા તે સમયે અજાણી કારે પાછળથી ટક્કર મારતાં તે ફંગોળાયા હતાં અને ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ અંગે ઉમરેઠ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં સીસીટીવી કેમેરા તથા પોકેટ કોપ મોબાઇલના ઉપયોગથી અકસ્માત કરી ભાગી જનારા અજાણ્યું વાહન જીજે 38 બીએ 1010 હોવાનું ખુલ્યું હતું. જે કાર નંબર આધારે તેના ચાલક અસલમ મુખ્તાર કુરેશી (રહે.યુપી) સુધી પોલીસ પહોંચી હતી અને તેને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...