અકસ્માતમાં મોત:પિયરમાં ગયેલી પત્નનીને તેડવા જતા અકસ્માતમાં યુવકનું મોત, આણંદના ઓડ પાસે એક્ટિવાએ ટક્કર મારી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એક્ટિવાએ યુવકના બાઇકને ટક્કર મારતાં યુવક કાળનો કોળીયો બની ગયો

આણંદના ઓડ ગામે રણછોડપુરા પેટ્રોલ પંપ નજીક પુરપાટ ઝડપે જતાં એક્ટિવાએ બાઇકને ટક્કર મારતા તેના પર સવાર યુવક ફંગોળાયો હતો. જેમાં તેને ગંભીર ઇજા પહોંચતા મૃત્યું નિપજ્યું હતું. આ યુવક પિયર ગયેલી પત્નીને લેવા માટે જઇ રહ્યો હતો તે દરમિયાન રસ્તામાં કાળનો કોળીયો બની ગયો હતો. આ અંગે ખંભોળજ પોલીસે ગુનો નોંધ્યો હતો.

આંકલાવના અંબાવ ગામે છાછરીયાપુરા ગામે રહેતો રજનીકાન્ત નામનો યુવક તેની પત્નીને તેડવા 15મી મેના રોજબાઇક લઇને નિકળ્યો હતો. દરમિયાનમાં ઓડ ગામે રણછોડપુરા પેટ્રોલ પંપ નજીક તેને અકસ્માત નડતાં તાત્કાલિક ડાકોર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગેની જાણ થતાં રાજેશભાઈ તાત્કાલિક ડાકોર પહોંચ્યાં હતાં.

તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, રજનીકાન્ત અંબાવથી ડાકોર આવતા હતા તે વખતે રણછોડપુરા પેટ્રોલ પંપ પાસે સામેથી આવતા એક્ટિવા નં.( GJ-7-BD-2517)ના ચાલકે ટક્કર મારતા તેઓ રસ્તા પર પછડાયાં હતાં. જેમાં માથમાં ગંભીર ઇજા પહોંચતાં મૃત્યું નિપજ્યું હતું. આ અંગે ખંભોળજ પોલીસે એક્ટિવા ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...