તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:આણંદ શહેરમાં મોટરથી પાણી ખેંચનારા સામે પગલાં ભરાશે

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધીમું પાણી આવતું હોવાની બુમોના પગલે પાલિકા કાર્યવાહી કરશે

આણંદ બોરસદ ચોકડી ઓવરબ્રીજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હોવાથી ખોદકામના પગલે પાલિકાની પાણીની ટાંકીની પાઈપ લાઈનો વારંવાર તુટી જતી હોય છે.જેના લીધે જીટોડીયા રોડ સહિત સમગ્ર વિસ્તારમાં ધીમુ પાણી આવતું હોવાથી રહીશોની બુમો ઉઠવા પામી છે.

ત્યારબાદ ઇસ્માઇલ નગર વિસ્તારની સોસાયટી વિસ્તારોમાં ગેરકાયદેસર પાણીના કનેકશન જોડાણને પગલે પાણી ધીમુ આવતું હોય છે. આ અંગે પાલિકાના જુગલભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે,આણંદમાં ધીમા પ્રેસરથી પાણી આવતું હોવાની ફરિયાદના પગલે 3 જેટલી ટીમો બનાવી છે. સોસાયટીના રહીશોએ લેખિતમાં ફરીયાદ કરવાથી સ્થળ પર ટીમો પહોંચી જઇને ડોર ટુ ડોર સર્વે કરવામાં મોટર મુકનારને શોધી કાઢવામાં આવશે.આ સમયે મોટરથી પાણી ખેંચવામાં આવતું હશે કે ચોરી કરવામાં આવતી હોવાનું જણાઇ આવશે તો મોટર જપ્ત કરી એક હજારનો દંડ ફટકારવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...