આરોગ્ય વિભાગ એલર્ટ:ટોબેકો એક્ટનું ઉલ્લંઘન કરનાર 30થી વધુ દુકાનદાર સામે કાર્યવાહી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાહેરમાં ધુમ્રપાન કરતા 6, શાળા પાસે તમાકુ વેચતા 10 જણા પકડાયા
  • બોરસદ, પેટલાદ,સોજીત્રામાં ચેકિંગ કરવામાં આવ્યું

તમાકુ સેવન કરનાર કોરોનાની વહેલી અસર થાય છે.તેમજ કેન્સર સહિતના રોગ થાય છે.તેને અટકાવવા માટે આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની 5 ટીમોએ ડોબેકો એકટ પાલન ન કરતાં દુકાનદારો,પાન ગલ્લાવાળા સહિત જાહેર ધુમ્રપાન કરતાં લોકો સામે લાલ આંખ કરી છે. આરોગ્ય વિભાગની ત્રણ ટીમોએ બોરસદ,પેટલાદ અને સોજીત્રામાં ટોબેકો એકટની ખાસ ઝુંબેશચલાવીને 30 થી વધુ દુકાનદારોને ટોબેકો એકટનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરીને દંડ ફટકારવામાં આવ્યો છે.

આરોગ્ય વિભાગના ડો રાજેશ પટેલે જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં ડોબેક એકટના ભંગના તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. જે માટે આરોગ્ય વિભાગની ત્રણ ટીમો આજે વહેલી સવારથી કામે લાગી ગઇ છે. બોરસદ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચેકીંગ હાથધર્યુ હતું .

જેમાં બસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં ધુમ્રપાન કરતાં 3 વ્યકિતઓને ઝડપી પાડીને રૂા200નો દંડ ફટકાર્યો હતો. જયારે પાનગલ્લા પર 18 વર્ષથી નીચેના તમાકુ વેચાણ કરવામાં આવતું નથી. તેવું બોર્ડ નહીં લગાવનાર 11 દુકાનદારોને ઝડપી પાડયા હતા. જયારે પેટલાદમાં શાળા નજીક પાન ગલ્લો ચલાવતાં 1 દુકાનદાર સહિત 8ને દંડ ફટકરાવામાં આવ્યો છે. જયારે સોજીત્રામાં જાહેરમાં ધુમ્રપાન કરનાર 3 અને 5 પાન ગલ્લાવાળા નિયમોના ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...